(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Latest Ahmedabad News: 3 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે, જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે. ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
3 ઓક્ટોબર અને ગુરુવારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4 ઓક્ટોબર અને શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 ઓક્ટોબર અને શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની પડી શકે છે. 7 થી 14 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Surat News: સુરતમાં ક્યારે અટકશે રહસ્યમત મોતનો સિલસિલો ? સરથાણામાં 32 વર્ષનો યુવક બાથરૂમમાં ન્હાવા ગયો અને ઢળી પડ્યો- Gujarat Post | 2024-10-01 10:39:19
દિલ્હીમાં ભાજપના નેતાની કાર પર ફાયરિંગ, ગેંગસ્ટરે ફેંકી છેલ્લી ચેતવણીની ચિઠ્ઠી- Gujarat Post Delhi | 2024-10-01 10:35:50
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો સીએમ ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે, હવે રાજ્યપાલ સામે કરવી પડી રહી છે રજૂઆત | 2024-10-01 10:01:18
Breaking News: ગોવિંદાના પગમાં વાગી ગોળી, રિવોલ્વર સાફ કરતી સમયે બની દુર્ઘટના- Gujarat Post | 2024-10-01 09:56:12
હે ભગવાન... સુરેન્દ્રનગરમાં 3 દિવસની બાળકીને જીવતી દફનાવી દીધી, પોલીસે મામા સહિત 3 લોકોની કરી અટકાયત | 2024-10-01 08:51:17
કપડવંજમાં બે કર્મચારીઓ ACB ટ્રેપમાં ફસાયા, આટલી નાની રકમ માટે નોકરી જોખમમાં મૂકી | 2024-09-30 21:41:10
દુષ્કર્મ આચરનારા ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું- અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો અમારી સાથે છે | 2024-09-25 10:43:50
આ સ્વામીઓ છે કે ચીટર ગેંગ...? વડતાલ સ્વામિનારાયણના સાધુઓ સામે વધુ એક ગુનો, મંદિર બનાવવાના નામે રૂ.1.76 કરોડની છેતરપિંડી આચરી | 2024-09-22 12:51:43
સુરત નજીક રેલ્વે ટ્રેક સાથે ચેડાં, સમયસર જાણ થતા ષડયંત્રનો થયો પર્દાફાશ | 2024-09-21 10:05:41
વડોદરામાં પૂરના પાણીથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે આટલી સહાય- Gujarat Post | 2024-09-12 15:34:58