Sat,16 November 2024,10:34 am
Print
header

The Kashmir Files ફિલ્મને ગુજરાત સરકારે જાહેર કરી કરમુક્ત- Gujarat post

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાતમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files)ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં કાશ્મીરના ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુકવામાં આવ્યાં હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણા અને મધ્ય પ્રદેશ સરકારે ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી જાહેર કરી છે. હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે.

આ ફિલ્મની શરૂઆત જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે. વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યાં છે, જેમાં તેમણે 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મ (The Kashmir Files) ની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે.આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.

1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકીઓ અને તેમના ઘરો છોડવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે, સાથે જ ફિલ્મને લઇને રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch