Sat,16 November 2024,1:58 am
Print
header

ભરતસિંહની આબરૂના ધજાગરા, યુવતી સાથે ઝડપાયા બાદ પત્ની સાથે કરી મારામારી- Gujarat Post

(ભરતસિંહ સોલંકીના વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

  • સોશિયલ મીડિયામાં ભરતસિંહ સોલંકીનો યુવતી સાથેનો વીડિયો થયો વાયરલ
  • ભરતસિંહને દીકરી જેવી યુવતી સાથે સંબંધો હોવાનો પત્નીનો આરોપ
  • રૂપાળી યુવતીને કારણે સંબંધો વણસ્યા હોવાનો ભરતસિંહની પત્ની રેશમાનો આક્ષેપ
  • વીડિયોએ કોંગ્રેસ જ નહીં ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી

આણંદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આબરૂના ધજાગરા થયા છે. તેમના પત્નીને ઘરની બહાર કાઢી મુક્યાં પછી કોઇને કોઇ વિવાદ સામે આવી રહ્યો છે.આ વખતે તેઓ એક યુવતી સાથે રંગેહાથ ઝડપાયા છે.

ભરતસિંહના પત્ની ઘરે પહોંચ્યાં ત્યારે તેમના ઘરમાં ભરતસિંહ સાથે 24 વર્ષીય યુવતી હાજર હતી, જેથી અહીં જોરદાર હોબાળો થયો હતો, ભરતસિંહે રેશ્માને માર માર્યો અને સામે રેશ્મા પટેલે યુવતીના વાળ ખેંચ્યા હતા કહ્યું કે આ મારો નથી થયો, મેં એના માટે આખી દુનિયાને છોડી દીધી, મારો બાપ મારી ગયો, એવી જ તારી દશા થશે, એ તારા દાદાની ઉંમરનો છે અને તું એની સાથે રહે છે, અહીં જોરદાર ડ્રામાં થયો હતો, રેશ્મા પટેલે પતિ ભરતસિંહ સાથે પણ ઝપાઝપી કરી હતી. જે યુવતી સાથે ભરતસિંહના અનૈતિક સંબંધોના આરોપ છે તે યુવતીનો રેશ્મા પટેલ અને તેમની સાથે આવેલા લોકોએ વીડિયો ઉતાર્યો હતો. 

ભરતસિંહ સોલંકી અનેક યુવતીઓ સાથે અનૈતિક સંબંધો ધરાવતા હોવાનો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો છે, તેમને ઘરની બહાર કાઢીને માર મારવામાં આવ્યો હતો. ભરતસિંહ મોડી રાત સુધી યુવતીઓ સાથે વીડિયો કોલ કરીને વાતો કરતા હોવાનું રેશ્મા પટેેલે જણાવ્યું હતુ. રેશ્માએ આ મામલે રાહુલ ગાંધીને પત્ર લખીને ન્યાય માંગ્યો હતો. એક સ્ત્રીને કોંગ્રેસના નેતા અન્યાય કરી રહ્યાં છે. રેશ્મા પટેલે વારંવાર પોલીસમાં અને કોંગ્રેસ હાઇકમાન્ડમાં રજૂઆત કરી છે તેમ છંતા તેમને પત્ની તરીકેેના અધિકારીઓ અને ન્યાય નથી મળી રહ્યો.

રેશ્માએ યુવતીને કહ્યું કે આ ધંધા સારા નથી હું તારી આન્ટી થાઉ છું તો એ તારો દાદો થાય છે. વીડિયોમાં ભરતસિંહ સોલંકીએ પોલીસ બોલાવો, પોલીસ બોલાવો એવી બૂમાબૂમ કરી હતી.વીડિયોમાં રીતસરની ભરતસિંહ અને રેશમા પટેલ વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યાં છે.આ વીડિયોએ ગુજરાત કોંગ્રેસમાં હલચલ મચાવી દીધી છે. ભરતસિંહનો તેમની પત્ની સાથે લાંબા સમયથી પારિવારિક અને સંપત્તિને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.થોડા સપ્તાહ પહેલા અખબારમાં રેશ્માએ નોટિસ પ્રસિદ્ધ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch