Sat,16 November 2024,12:08 pm
Print
header

ભાજપમાં જોડાતા જ જયરાજ સિંહના પ્રહાર, કહ્યું 20 વર્ષથી ચૂંટણી જીતી ન શકતા કોંગ્રેસી લોકો સલાહ આપતા હતા– Gujarat Post

(ભાજપમાં સામેલ થયા જયરાજસિંહ પરમાર)

  • કોંગ્રેસની સિસ્ટમમાં જીતવાની શક્તિ મરી ગઈ છે
  • ઊંધી દિશામાં પતંગ ચગાવવો મુશ્કેલ છે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા (Gujarat assembly elections 2022) ની ચૂંટણી પહેલા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે.ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માગતું હોવાથી કોંગ્રેસના નારાજ નેતાઓ, કાર્યકર્તાઓને પક્ષમાં સામેલ કરી રહી છે તાજેતરમાં કોંગ્રેસમાંથી (congress) રાજીનામું આપનારા જયરાજસિંહ પરમારે (jayrajsingh Parmar) ભાજપમાં (bjp) સામેલ થયા બાદ કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા.

જયરાજસિંહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે હું 14 વર્ષનો હતો ત્યારથી કોંગ્રેસની સેવા કરી છે. મેં 37 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા છે. કોંગ્રેસની સિસ્ટમમાં જીતવાની શક્તિ મરી ગઈ છે. કાર્યકરોનું શોષણ થાય છે. 20 વર્ષથી ચૂંટણી જીતી ન શકનારા નેતાઓ અમને સલાહ આપે છે કે ચૂંટણી કઈ રીતે જીતી શકાય. આવી સ્થિતિ હોય તો શું થાય તેની તમે કલ્પના કરી જ શકો છો.

જયરાજસિંહે વધુમાં કહ્યું કે ઊંધી દિશામાં પતંગ ચગાવવો મુશ્કેલ છે. આથી જે ખૂટે છે તે પૂરવા હું ભાજપમાં આવ્યો છું, અનેક વખત ખૂબ તાકાતથી કામ કર્યું છે. પાર્ટીની સિસ્ટમ સામે વિરોધ હતો કોઈ વ્યક્તિગત સમસ્યા ન હતી.રાજનીતિ એ સેવાનો વિષય છે. કોંગ્રેસની સિસ્ટમમાં જીતવાની શક્તિ મરી ગઈ છે, તેઓ અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે. BJPમાં સામેલ થતાં પહેલા તેમને સવારે પોતાના વતનમાં અજાય માતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિદ્ધ માતાજીનાં દર્શન કર્યાં હતા.

ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે કોંગ્રેસમાંથી કોઈને નહીં લેવાનું નક્કી કર્યું હતું. હું તેમને લેવા ગયો નથી, જયરાજસિંહ મને મળ્યાં છે. મેં તેમને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી તેમ જણાવ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch