Sun,17 November 2024,6:21 pm
Print
header

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ષડયંત્ર, જાણો સુરતમાં રહેતો સંતોષ કેવી રીતે બન્યો અબ્દુલ્લા

સુરતઃ ઉત્તર પ્રદેશમાંથી ધર્મપરિવર્તનના કેસ સામે આવી રહ્યાં છે. યોગી સરકાર ધર્મપરિવર્તનની બાબતો અંગે કાર્યવાહી કરી રહી છે. હવે ધર્મ પરિવર્તનના ષડયંત્રના કેસોથી ગુજરાત પણ બાકાત નથી. સુરત શહેરમાં બે ભાઈઓ સાથે રહેતો સંતોષ ધર્મપરિવર્તનનો શિકાર બનતા હવે તે સંતોષને બદલે અબ્દુલ્લા બન્યો છે.

સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા દિનેશ પાંધરે અને રાજેશ પાંધરે બંને ભાઈઓ છે તેનો એક નાનો ભાઈ સંતોષ પાંધરે પણ છે, પરંતુ તે હવે અબ્દુલ્લા બની ગયો છે. પાંધરા ભાઈઓના માતાપિતાનું બાળપણમાં જ નિધન થયું હતું. ત્રણેય ભાઈઓ ગરીબીમાં અને માતા-પિતા વિના જીવવા લાગ્યા હતા. મજબૂરીથી તે કોઈપણ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્રણે ભાઈઓમાં મોટા ભાઈનું નામ રાજેશ છે જ્યારે બીજા ભાઈનું નામ દિનેશ છે અને ત્રીજા નંબરનો સૌથી નાનો ભાઈ સંતોષ છે જે હવે અબ્દુલ્લા બન્યો છે.

વાત 2013 ની છે જ્યારે સંતોષની ઉંમર આશરે 16 વર્ષ હશે. એક દિવસ અચાનક તેનો નાનો ભાઈ સંતોષ નોકરી માટે ઘરેથી નીકળી ગયો પણ તે પછી તે પાછો આવ્યો ન હતો. બંને ભાઇઓએ તેને શોધવા માટે ઘણી કોશિશ કરી હતી પરંતુ તેને કોઈ ભાળ મળી ન હતી. રાજેશ અને દિનેશે પોતાના નાના ભાઈના મળવાની આશા છોડી દેતાં, પોતાની જ જીંદગીમાં વ્યસ્ત હતા. સમય ધીરેથી પસાર થયો અને પછી 7-8 વર્ષ પછી રાજેશના મોબાઈલમાં એક ફોન આવ્યો જે ફોન કરવાનો કોઈ નહીં પરંતુ તેનો નાનો ભાઈ સંતોષ હતો. વર્ષો પછી નાના ભાઈને જાણ થતાં બંને ભાઈઓ ખૂબ ખુશ થયા, તેમને લાગ્યું કે હવે તેમના ભાઈનો ફોન આવ્યો છે, તો તે ઘરે આવશે. પરંતુ આ બન્યું નહીં કારણ કે સંતોષે હવે અબ્દુલ્લા બની ગયો હતો તે પોતાને ત્યાં ખુશ હોવાની વાત કરતો હતો. ફોન પર સંપર્ક કર્યાં બાદ રાજેશ અને દિનેશ બંનેએ તેમના નાના ભાઈને ફરીથી સુરત લાવવાનો પ્રયાસ કર્યો હતો, આ માટે તેઓએ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસનો સહયોગ લીધો હતો તેને દિલ્હીથી સુરત પણ લાવ્યા હતા, પરંતુ સંતોષ પછી ગુપ્ત રીતે સુરત છોડી જતો રહ્યો હતો.

દિનેશ પંઢેરે જણાવ્યું કે સુરતનો સંતોષ પાંધરે એટલે કે અબ્દુલ્લા દિલ્હીમાં અને યુપીમાં સહારનપુર રહે છે. સંતોષ જ્યાં રોકાઈ રહ્યો છે, ત્યાં તેણે પોતાના ભાઈ રાજેશ અને દિનેશને એક વીડિયો પણ મોકલ્યો છે, જેમાં તે જગ્યા વિશે જણાવ્યું હતું. સંતોષના ભાઈ રાજેશના જણાવ્યાં મુજબ તેનો ભાઈ સગીર હતો, તેથી તેનો ભાઈ લોભથી બદલાઇ ગયો. બે વર્ષ પહેલા તે તેને સુરત પણ લઇ આવ્યાં હતા. તે સમયે તેણે મને મારવા છોકરાઓ બોલાવ્યાં હતા, પરંતુ એક દિવસ ફરીથી તેને જાણ કર્યા વિના તે ફરીથી તે જ જગ્યાએ ગયો હતો જ્યાંથી તે તેને લઈ આવ્યો હતો. તે સમયે સુરતના ભટાર વિસ્તારમાં આઝાદનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતા સંતોષને સુરત લાવવા બજરંગ દળના દેવીપ્રસાદ દુબેની મદદ લેવામાં આવી હતી. રાજેશ પાંધરે અને દિનેશ પાંધરેના નાના ભાઈ સંતોષ પાંધરે તેમની પાસે કેટલાક મોબાઇલ રેકોર્ડિંગ્સ હતા. તે સમયે કાશ્મીર જવાની વાત કરી રહ્યાં હતા.આ કેસની જાણ સુરતના તત્કાલીન પોલીસ કમિશનર સતીષ શર્માને કરવામાં આવી હતી તે સમયે ક્રાઇમ બ્રાંચની ટીમ સંતોષને સુરત લઈ આવી હતી. જો દેવી પ્રસાદની વાત માની લેવામાં આવે તો, ધર્મ પરિવર્તનને લઈને સુરતમાં ઘણા લોકો સક્રિય છે, જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે.

બે વર્ષ પહેલા આ સમગ્ર મામલામાં સુરત પોલીસે સંતોષ ઉર્ફે અબ્દુલ્લાને યુપીથી પાછો લાવ્યાં હતા.પરંતુ તે સમયે સુરત પોલીસે આગળ વધુ કાર્યવાહી કરી નહોતી કે જેથી જાણી શકાય કે ધર્મપરિવર્તન થયા પછી સંતોષ અબ્દુલ્લાને કોણે બનાવ્યો? હવે સુરત પોલીસને આ મામલે રસ હોય તેવું લાગી રહ્યું છે. આ આખું વિદેશી ફંડ લાવીને ભારતમાં ધર્મપરિવર્તનનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch