Fri,01 November 2024,10:57 am
Print
header

ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVM માં થશે કેદ

ફાઇલ ફોટો 

મોદી, શાહ, આનંદીબેન પટેલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કરશે વોટિંગ 

અમદાવાદનો કિલ્લો સર કરવા ભાજપ, આપે લગાવ્યું છે એડીચોટીનું જોર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યાં છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી જેવા નેતાઓના ભાગ્યનો ફેસલો થશે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી આનંદીબેન પટેલ તથા પૂર્વ સીએમ આનંદીબેન પટેલ અમદાવાદમાં મત આપશે.

અમદાવાદની 21 બેઠકો માટે જિલ્લાના 5610 મતદાન મથકો પર વોટિંગ થશે. આ વખતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય, સ્ટેટ અને સ્થાનિક પાર્ટીઓ તેમજ અપક્ષ મળીને 249 ઉમેદવારો મેદાને છે. ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રથમવાર ત્રિપાંખીયો જંગ થશે. અમદાવાદની 21 બેઠકોમાં ગત ચૂંટણી કરતા વધુ બેઠકો કબ્જે કરવી એ ભાજપ માટે પડકાર છે.ત્રણેય પાર્ટી માટે અમદાવાદનો જંગ આબરૂનો પ્રશ્ન છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ અમદાવાદનો કિલ્લો સર કરવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch