Fri,01 November 2024,2:56 pm
Print
header

અશોક ગેહલોતે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખખડાવી નાંખ્યા, રાત્રે 12 વાગ્યા સુધી લીધા ક્લાસ -Gujarat Post

વિરોધપક્ષના નેતાના નિવાસ સ્થાને મળી હતી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક

પરિવર્તન સંકલ્પ યાત્રા સફળ કરવા ગેહલોતની મોટા નેતાઓને સૂચના

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત હાલ ગુજરાત પ્રવાસે છે. મિશન 2022 વિધાનસભા ચૂંટણીને લઈ અશોક ગેહલોતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકમાં લાલ આંખ કરી છે. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ઠપકો આપતાં કહ્યું તમે મારા-તારાની વૃત્તિમાંથી બહાર આવો અને ખેંચતાણની પ્રવૃતિ બંધ કરી દો, તેમને સ્પષ્ટ શબ્દોમાં નેતાઓને ખખડાવી નાખ્યાં હતા.

કોંગ્રેસની કેટલીક પબ્લિક મિટિંગ નિષ્ફળ રહેવા અંગે ગેહલોતે ઠપકો આપ્યો હતો, હવે પરિવર્તન સંકલ્પ યાત્રા સફળ કરવા મોટા નેતાઓને સૂચના આપી છે. શનિવારે રાત્રે વિરોધપક્ષના નેતાના નિવાસ્થાને મળેલી બેઠકમાં 12 વાગ્યા સુધી ગેહોલોતે નેતાઓના ક્લાસ લીધા હતા. આ બેઠકમાં પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રભારી બી કે હરીપ્રસાદ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલા હાજર હતા.

અમીરગઢના વિરમપુર ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સભાને સંબોધશે. આદિવાસી સંકલ્પ યાત્રાને લઈને આદિવાસી વિસ્તારમાં ગેહલોતની ચૂંટણી સભા યોજાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch