Fri,01 November 2024,3:02 pm
Print
header

આનું નામ રાજકારણ ! BTP-JDU ગઠબંધનને લઈને બાપ-દીકરામાં તિરાડ ? Gujarat Post News

(file photo)

સોમવારે બીટીપી-જેડીયુ ગઠબંધનના સમાચાર આવ્યાં હતા

ગઠબંધન અંગે બિટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થઈ નથી

ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ગઇકાલે જ BTP અને JDU વચ્ચે ગઠબંધન થયાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ છોટુ વસાવાના પુત્ર અને ડેડીયાપડાના ધારાસભ્ય મહેશ વસાવાએ JDU સાથે અમે ગઠબંધન કરવાના નથી તેમ કહ્યું છે.  

ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનું કહેવું છે કે, મારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ. BTPના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાએ છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને વ્યક્તિગત ગણાવી છે. તેથી કહી શકાય કે નવા ગંઠબંધનની જાહેરાતને લઈને પહેલી વાર પિતા-પુત્ર સામ સામે આવી ગયા છે. ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં વિરોધ વધ્યો છેે.

ગઇકાલે જ છોટુ વસાવાએ JDU સાથે BTPના ગઠબંધનની જાહેરાત કરી હતી. છોટુ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. બાદમાં છોટુ વસાવાએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'JDU અને BTP એક થઈને ચૂંટણી લડશે. JDUની મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં ખુદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેઓ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. JDU સાથે બેઠક બાદ સાથે મળીને અમે આગામી ઉમેદવારોની યાદી જાહેર કરીશું.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch