Fri,01 November 2024,5:01 pm
Print
header

અમરેલી ભાજપમાં જૂથવાદ, નેતાઓ ટિકિટ માટે પોતાની રીતે કરી રહ્યાં છે મિટિંગો- Gujarat Post

ધારીમાં સ્નેહમિલનના નામે રાજકીય મેળાવડો જામ્યો

ધારી બેઠક પર અનિલ વેકરીયાને ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ

બેઠકમાં નલીન કોટડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણી પંચ રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ બધાની વચ્ચે અમરેલીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. નેતાઓ પોતાની ટિકિટ માટે મીટિગો કરી રહ્યાં છે. ધારીમાં સ્નેહ મિલનના નામે રાજકીય મેળાવડો જામ્યો હતો. નેતાઓ હવે પોતાની રીતે જ ઉમેદવારી માટે બીજા પાસે નામો જાહેર કરાવી રહ્યાં છે.

ધારી પટેલ વાડી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા, અનિલ વેકરીયા સહિતના આગેવાનો હાજર હતા. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ સંમેલનમાં ભાજપ તરફથી ધારી બેઠક પર અનિલ વેકરીયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જે બાદ ધારી બેઠક પર ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. આ મીટિંગમાં પાટીદાર સમાજના આગેવાનો અને ધારી-બગસરા, ખાંભા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપમાં અંદરખાને જૂથવાદ સાથે નેતાઓ પોતાની ટિકિટ માટે મીટિંગો કરી રહ્યાં છે. જો કે આ બેઠક પર ચાલુ ધારાસભ્ય જે.વી કાકડીયાને ટીકીટ મળે તેવી શક્યતા છે. 2017ની ચૂંટણીમાં જે.વી.કાકડીયા કોંગ્રેસમાં ચૂંટણી લડીને જીત્યા હતા. બાદમાં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.

કાકડીયાની લોક ચાહનાને કારણે ભાજપ તેમને જ ટિકિટ આપે તેવી શક્યતા છે. ત્યારે જોવું રહ્યું અન્ય નેતાઓ શું રણનીતિ અપનાવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch