Sat,16 November 2024,5:14 am
Print
header

વાહન ચાલકો પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNG ના ભાવમાં કર્યો વધારો- gujarat post

અદાણી બાદ ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો 

અમદાવાદઃ ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. PNG ના ભાવમાં 3 રૂપિયા 91 પૈસા વધાર્યાં છે. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં કિલો ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે.

ગત માસના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસના જૂના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા છે. PNGમાં જૂના ભાવ રૂપિયા 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch