Sat,16 November 2024,6:23 pm
Print
header

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 7 હજાર ઉપર કેસ, હવે લગ્ન પ્રસંગમાં 150 વ્યક્તિઓને જ છૂટ- Gujarat post

ગાંધીનગર: ગુજરાતમાં આજે 7 હજાર કરતા વધુ કેસ આવતા સરકારની ચિંતા વધી ગઇ છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જાહેર સમારંભો તેમજ લગ્ન પ્રસંગોને લઈને નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં રાજકીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ હાજર રહી શકશે. બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજરી આપી શકશે. (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં)

લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ, જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. ઉપર મુજબના ફેરફારો સાથેના નિયંત્રણો તારીખ 12-01-2022થી 8 મહાનગરો તથા 2 શહેરો સહિત સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

રાજ્યના 8 મહાનગરો અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર, ગાંધીનગર શહેર અને બે શહેરો આણંદ અને નડીયાદમાં રાત્રિ કર્ફ્યૂ તેમજ નિયંત્રણો તથા સમગ્ર રાજ્યમાં પણ કેટલાક નિયંત્રણો મુકવામાં આંવ્યાં છે. આજે એક જ દિવસમાં ગુજરાતમાં 7476 કેસ નોંધાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch