Wed,13 November 2024,7:30 am
Print
header

સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post

ગાંધીનગર-અમદાવાદથી સોમનાથ જવા માટે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા

ટ્રેનની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે બીજો ક્યો વિકલ્પ છે તેની જાણ હવે પછી કરાશે તેવું

ગાંધીનગરઃ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર 21થી 23 નવેમ્બરે યાત્રાધામ સોમનાથમાં યોજાશે. આ વખતે ત્રિદીવસીય શિબિર ફરજિયાત બનાવી દેવામાં આવી છે, તેમણે ફરજિયાત ઉપસ્થિત રહેવું પડશે. તેમના વતી બીજા કોઇ પ્રતિનિધિ ભાગ લઇ શકશે નહીં. એટલું જ નહીં, કોઇ પણ સંજોગોમાં જે તે અધિકારીએ રાજ્યના ચીફ સેક્રેટરીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ચિંતન શિબિરનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ઉપસ્થિત રહેનારા મહાનુભાવોની યાદી બહાર પાડી છે, જેમાં કેબિનેટના તમામ સભ્યો, સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ-નિગમના વડાઓ, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના 200થી વધારે નામો છે.

આ શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને શિબિરના પ્રેરણાદાતા હસમુખ અઢિયા, સરકારના સલાહકાર એસ.એસ.રાઠોડને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના ત્રણ આઇએએસ અધિકારી પંકજ જોષી, મનોજકુમાર દાસ અને અવંતિકા સિંઘ ઉપરાંત ઓએસડી ડી.કે.પારેખને સામેલ કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓમાં મુખ્યસચિવ ઉપરાંત વિભાગના તમામ વડાઓ અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ શિબિરમાં જશે.

ચિંતન શિબિરના રજીસ્ટ્રેશન ફોર્મમાં નામ, હોદ્દો, મોબાઇલ નંબર, કચેરીનું નામ, ફોન નંબર, ઇ-મેઇલ સાથે મંત્રીઓ અને અધિકારીઓની વિશેષતા તેમજ શોખની વિગતો માગવામાં આવી છે. જે અધિકારીઓની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં તેમની શૈક્ષણિક લાયકાત સહિતની બીજી વિગતો દર્શાવવામાં આવી છે. શિબિરમાં રાજ્યપાલના અંગત સચિવ એ.એમ. શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ શિબિરમા રાજ્યમા વિકાસના કામો પર ચર્ચા કરવામા આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch