Sat,16 November 2024,4:01 pm
Print
header

આંકડાઓની માયાજાળઃ ગુજરાતમાં કોરોનાથી સાચો મૃત્યુઆંક કેટલો હશે ? 10 હજાર કે 90 હજાર – Gujarat Post

(file photo)

કોરોનાની બીજી લહેરે રાજ્યમાં તાંડવ મચાવ્યું હતું

અનેક શહેરો, ગામડાઓમાં સ્મશાનોમાં લાગી હતી લાંબી લાઈનો

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ અને ચૂકવેલા દાવાની અરજીમાં મોટી વિસંગતતા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાથી જેમના (gujarat corona cases)મોત થયા છે તેમના સ્વજનોને 50 હજાર રૂપિયાની (exgratia) સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. 16 જાન્યુઆરી સુધીના આંકડા પ્રમાણે, રાજ્યમાં કોરોનાથી થયેલા 10,094 મૃત્યુની સામે 89,633 અરજીકર્તાઓએ (applications) સહાય માટે ફોર્મ ભર્યુ હતું.  રાજ્યની ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 68,370 દાવા મંજૂર કરવામાં આવ્યાં છે, 4,234 અરજી ફગાવી દેવામાં આવી છે. 17,000 અરજી હાલ પ્રોસેસમાં છે.

17 જાન્યુઆરીએ સરકારે (gujarat government) જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં 10,164 લોકોના મોત થયા છે. જેમાંથી 53 ટકા મોત અમદાવાદ (ahmedabad) અને સુરતમાં (surat) નોંધાયા છે. એક સર્વે મુજબ ગુજરાતમાં કોરોના કેસની એવરેજ 17 હજાર પ્રતિ માસથી વધીને 39 હજાર પ્રતિ માસ એપ્રિલ-મે 2021માં નોંધાયા હતા.જે આંકડો ભારતના ટોચના 16 રાજ્યોમાં સૌથી વધારે હતો.

આંકડા પર નજર કરીએ તો 6 ડિસેમ્બર સુધીમાં 12,718 ક્લેમ અરજી મળી હતી, જેમાંથી 6515 મંજૂર કરાઈ હતી. 9 ડિસેમ્બર સુધીમાં 22,557 પૈકી 16157, 15 ડિસેમ્બર સુધીમાં 40,467 પૈકી 26,836 અને 16 જાન્યુઆરી સુધીમાં 89,633 પૈકી 68,370 અરજી મંજૂર કરાઈ હતી.ત્યારે અહીં સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે આપેલા મોતના આંકડા ખરેખર ખોટા હતા ? સાચી માહિતી હવે સામે આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch