Sun,17 November 2024,7:30 am
Print
header

ગુજરાત પોલીસમાં નોકરી કરવા માંગતા યુવાઓ માટે સૌથી મોટા સમાચાર, 27,847 જગ્યાઓ પર કરાશે ભરતી

ઝડપથી પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે 

ગાંધીનગર: રાજ્યમાં કોવિડની સ્થિતીને કારણે પેન્ડીંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડપ કરાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહ વિભાગ હસ્તકની વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક યાદીમાં જણાવ્યું છે.  

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યાં બાદ ટૂંકા સમયગાળામાં 19/09/2021ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી, ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષને જરૂરી આદેશો કર્યાં છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક, મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત 27,874 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  

રાજ્ય સરકાર દ્વારા શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનું આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા સરકાર કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ મળશે. ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે ત્યારે હવે પોલીસમાં નોકરી કરવા માંગતા હજારો યુવાનો માટે આ એક મોટો મોકો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch