Sun,17 November 2024,3:03 am
Print
header

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકાર લોન્ચ કરશે નવી પોલીસી, આઈટી, એનર્જી, એગ્રી બિઝનેસ પર રહેશે ભાર

ગાંધીનગરઃ ગુજરાતમાં જાન્યુઆરી 2022માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.આગામી દિવસોમાં દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં રોડ શો કરવામાં આવશે, કેટલાક મંત્રી, અધિકારી વિદેશમાં આમંત્રણ આપવા અને પ્રચાર કરવા માટે જશે. ગુજરાતમાં રોકાણને વેગ આપવા રાજ્ય સરકાર એનર્જી, આઈટી, ઈલેક્ટ્ર્રોનિક્સ અને એગ્રી બિઝનેસ જેવા મહત્વના સેક્ટર્સ માટે નવી પોલીસી પણ જાહેર કરી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પોલીસીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર ઈન્ડસ્ટ્રીઝની દ્વારા લાંબા સમયથી વિલંબિત માંગોને પણ મંજૂરી આપી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ આઈટી ઈનેબલ્ડ સર્વિસ પોલીસી 2016 ટૂંક સમયમાં પૂરી થઈ રહી છે. જેથી રાજ્ય સરકાર આ અંગે નવી પોલીસી લાવી શકે છે. નવી પોલીસીમાં ઉદ્યોગો માટે વધારે સરળ નિયમો હોય શકે છે.

રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા નવી એગ્રી બિઝનેસ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રોકાણનો ક્રાઇટેરિયા 50 લાખથી ઘટાડીને 35 લાખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઈન્ટરેસ્ટ સબ્સિડીનો દર 7.5 ટકાથી ઘટાડી 7 ટકા કરવામાં આવે તેવી દરખાસ્ત પણ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch