Sat,16 November 2024,1:12 pm
Print
header

ગુજરાત સરકારે કોરોનાને લઇને લગાવેલા તમામ નિયંત્રણો હટાવ્યાં- Gujarat post

સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા નહી

ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus) કેસો ઘટતા કોરોના સંક્રમણ નિયંત્રણો(guidelines covid-19 ) માં છૂટછાટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, રાજ્ય સરકારે કોરોના સંક્રમણને લઈને અમલમાં મુકાયેલા તમામ નિયંત્રણો હટાવી દેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હવેથી લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભોમાં ભેગા થવા પરની તમામ મર્યાદા હટાવી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલું આ નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે. રાજ્યમાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ, સેનીટાઇઝેશનના  નિયમો યથાવત રહેશે. ઉપરાંત બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. 

સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ-2022 થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. કેંદ્ર સરકારની કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનો 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક થઇ હતી, આ નિયંત્રણો અને છૂટછાટ અંગે ગૃહ વિભાગનું તેમજ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch