અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સુરત અને કચ્છ સહિત લગભગ બધા જ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગે (IMD) ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે, ભારે વરસાદને કારણે રાજકોટમાં શહેરના માર્ગો પર એટલું પાણી ભરાઈ ગયું છે કે વાહનો સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે. ઘરો એટલા પાણીથી ભરાઈ ગયા છે કે વૃદ્ધોને ખભા પર લઈ જઈને બચાવવામાં આવી રહ્યાં છે. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એક બાઇક સવાર પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો. કોઈક રીતે તેનો બચાવ થયો હતો પરંતુ બાઇક પાણીમાં તણાઈ ગઈ હતી.
#WATCH | Gujarat: Waterlogging witnessed in parts of Morbi following rainfall in the region; gates of Machhu Dam were also opened. pic.twitter.com/5Zm5FCdTpt
— ANI (@ANI) August 28, 2024
નદીઓ તોફાની, ડેમ પણ ઓવરફ્લો
રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર પૂરની ઝપેટમાં આવી ગયું છે. નજીકની શેરીઓમાંથી વરસાદી નાળાઓ પૂર ઝડપે વહી રહ્યાં છે. રાજકોટમાં બે દિવસમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે પંચમહાલના ત્રણ મોટા ડેમ ઓવરફ્લો થયા છે. અત્યાર સુધીમાં તેમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુજરાતના ખેડામાં શેઢી નદીનું જળસ્તર એટલું વધી ગયું છે કે આસપાસના ગામો પાણીમાં ડૂબી ગયા છે. 15 લોકો લગભગ 12 કલાક સુધી નદી પાસે ગાયના શેડમાં ફસાયા હતા, જેમને SDRFની ટીમે બચાવીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.
જામનગરના ટોલનાકા પાસે નાળામાં એક કાર ફસાઈ ગઈ હતી. કારમાં પરિવારના ચાર સભ્યો હતા, જેઓ કારની ઉપર ચડીને મદદ માગતા જોવા મળ્યાં હતા. પાણીના જોરદાર પ્રવાહમાં વહી રહેલી કાર ઝાડ વચ્ચે ફસાઈ ગઈ, જેના કારણે આ લોકોનો જીવ બચી ગયો. આ સાથે જ જામનગરની પોલીસ ચોકી પણ પાણીના જોરદાર પ્રવાહમાં બોટની જેમ તરતી જોવા મળી હતી.
નર્મદા નદીમાં પાણીની આવક વધી
ગુજરાતમાં વરસાદને કારણે 700થી વધુ ગામડાઓનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટા ઉદેપુરમાં કુલ 523 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે પાણીનું સ્તર વધ્યું છે. પાણી ખતરાના નિશાનની નજીક વહી રહ્યું છે.
વડોદરામાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જે માર્ગો પર વાહનો ઝડપથી દોડતા હતા તે રસ્તાઓ પર આજે અનેક ફૂટ પાણી ભરાયા છે. લોકોને હવે પૂરની આફતમાંથી રાહત મળવાની આશા છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓને બાદ કરતા તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. આકાશી આફતનો ખતરો હજુ ટળ્યો નથી. જો વરસાદ ચાલુ રહેશે તો આગામી બે દિવસમાં સ્થાનિક લોકોની હાલત વધુ દયનીય બને તેવી શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ થયો છે. દ્વારકાના ખંભાળિયામાં 18.16 ઈંચ, જામનગરમાં 15.48 ઈંચ, જામ જોધપુરમાં 13.16 ઈંચ, લાલપુરમાં 13 ઈંચ, કાલાવડમાં 11.36 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 11.68 ઈંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકાઓમાં 9 થી 15 ઈંચ અને 26 તાલુકાઓમાં 4 થી 9 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું? | 2024-11-22 11:30:39
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
ભારતની લાલ આંખ બાદ કેનેડા પડ્યું ઢીલું, પીએમ મોદીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-22 10:48:11
વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર | 2024-11-22 08:20:53
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
રૂ.1 કરોડની છેતરપિંડી.. અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયા | 2024-11-21 15:25:35
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, દાહોદમાં ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા રૂપિયા 17 લાખ ! | 2024-11-20 08:34:12