Sat,16 November 2024,8:21 am
Print
header

શું ગુજરાતમાં પાછી આવશે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ? હેલ્મેટના નિયમો મામલે હાઈકોર્ટની સરકારને મોટી ટકોર- Gujarat Post

અમદાવાદ: હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને હેલ્મેટ પહેરવાના નિયમનો અમલ કરાવવા  ટકોર કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે લોકોની સુરક્ષાને લઇને નિયમોની અમલવારી થવી જ જોઈએ.સવાલ કરતા કહ્યું કે સરકાર કેમ હજુ પણ આવી બાબતો પર ઢીલાશ રાખી રહી છે.હાઈકોર્ટમાં સરકારી વકીલે નિયમોની કડક અમલવારીની ખાતરી પણ આપી હતી. આવનારા દિવસોમાં ખાસ કરીને હેલ્મેટના નિયમોને લઈ કડકાઇથી પાલન થાય એવું લાગી રહ્યું છે.

હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં હતી.દરમિયાન વાહન ચાલકે હેલ્મેટ વિના કે કારનો સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઇ હતી. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો કે શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યાં બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

તાજેતરમાં જ ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવાયુ છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રાજ્યની સમાયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં રાજ્યમાં થતા અકસ્માતો મામલે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch