અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘમહેરની (Gujarat monsoon) કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. નૈઋત્યનું ચોમાસુ ગુજરાતના કાંઠે તા. 11 જૂનના આવીને અટકી ગયું છે, ગત વર્ષે પણ તે લાંબો સમય સુધી ગુજરાતના કાંઠે અટકેલું રહ્યું હતું. પરંતુ સતત બીજા દિવસે ચોમાસું ગતિશીલ બનીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આગળ વધ્યું છે અને ગુજરાતમાં તે બેથી ત્રણ દિવસમાં પ્રવેશે તેવા સંજોગો નિર્માણ થયાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic circulation) સહિતની સીસ્ટમથી ગુજરાતમાં તા. 23 અને સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત સમગ્ર રાજ્યમાં તા. 24, 25ના વ્યાપક સ્થળોએ એટલે કે 50 ટકાથી 75 ટકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની નોર્મલ તારીખ 20 જૂન છે. આ વખતે અરબી સમુદ્રમાં ઘટાટોપ વાદળોનું આવરણ ન હોવાથી ચોમાસુ ગુજરાત અને અરબી સમુદ્રને બદલે હાલ મધ્ય ભારતમાં આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં 10 દિવસથી તે નવસારી પાસે જ અટકેલું છે.
જો કે, સૌરાષ્ટ્ર પર તાજેતરમાં ત્રણ દિવસ સુધી હળવો-ભારે વરસાદ વરસાવનાર સાયક્લોનિક સર્ક્યુલેશન પછી ઉત્તર ગુજરાત તરફ અને ત્યાંથી પાકિસ્તાન તરફ અને ત્યાંથી ખસીને રાજસ્થાન ઉપર આવ્યું છે અને તેની અસરથી વરસાદ વરસી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મીની વાવાઝોડા જેવો તીવ્ર પવન સતત ફૂંકાઈ રહ્યો છે, પણ જોઈએ તેવો વરસાદ વરસી રહ્યો નથી.
दैनिक मौसम परिचर्चा (21.06.2024)
— India Meteorological Department (@Indiametdept) June 21, 2024
youtube: https://t.co/xm8PsOGNIt
facebook: https://t.co/IdfOBb0uRC#weatherupdate #rainfall #heatwave #rain@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/sCujt9uUdz
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટમાં છે મામલો | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? | 2024-11-22 11:30:39
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર | 2024-11-22 08:20:53
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52