Fri,20 September 2024,5:28 pm
Print
header

દવાની આડમાં દૂષણ....ડ્રગ્સની 39.60 લાખ કેપ્સ્યૂલ...અંદાજે રૂ.2000 કરોડના ડ્રગ્સ કેસમાં હજુ આરોપીઓ ફરાર

(આરોપી સુમિતનો ફોટો)

NCB નું ઓપરેશન...અંદાજે રૂ.2000 કરોડનો પીપાવાવ પોર્ટનો ડ્રગ્સ કેસ

દેશ માટે ખતરો ઉભો કરનારા માફિયાઓ સામે કાર્યવાહી જરૂરી

900 બોક્સમાંથી મળી હતી 39.60 લાખ કેપ્સ્યૂલ

દવાની આડમાં 475.2 કિલો ડ્રગ્સ ઝડપાયું હતુ

રાજુલા, અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, ક્યાંકથી ડ્રગ્સ બનાવતી કંપનીઓ પકડાય છે તો ક્યાંક ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ થાય છે, દિવસે દિવસે ડ્રગ્સ માફિયાઓ બેફામ બની રહ્યાં છે, એજન્સીઓ માફિયાઓ સામે કાર્યવાહી કરી રહી છે. પરંતુ ક્યાંક ખૂટતા પુરાવાઓને કારણે તેઓ પણ પુરતી દેશસેવા કરી શકતી નથી. ગુજરાતના પીપાવાવ પોર્ટ પરથી અંદાજે 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સકાંડનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો, અમદાવાદ ઝોનલની ટીમે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં હજુ કેટલાક આરોપીઓ વોન્ટેડ છે અને એનસીબી અમદાવાદની ટીમ તેમને શોધી રહી છે, પકડાયેલા આરોપી સુમિત કુમાર બ્રિજેન્દ્રસિંગને થોડા દિવસો પહેલા એડિશનલ સેશન્સ જજ, રાજુલાની કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ માંગવામાં આવ્યાં હતા, પરંતુ એનસીબીને રિમાન્ડ મળ્યાં ન હતા.

શું હતો આ સમગ્ર મામલો ?

ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી જરૂરી

NCB દેશ વિરોધી તત્વો સામે કરી રહી છે મોટી કાર્યવાહી

ગત માર્ચ-એપ્રિલ 2023 માં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો, અમદાવાદ ની ટીમે પીપાવાવ પોર્ટ પર કન્સાઇમેન્ટની તપાસ કરી હતી, જે હરિયાણા-દિલ્હીની ALPS Life Science Pvt Ltd કંપનીનું હતુ, આ કન્ટેનરમાંથી દવાની આડમાં લઇ જવામાં આવતા ડ્રગ્સના 900 બોક્સ ઝડપી પાડવામાં આવ્યાં હતા, આ બોક્સમાં રહેલી દવામાં ખરેખર ડ્રગ્સ હતું અને તે વિદેશમાં સપ્લાય કરવાનું મોટું ષડયંત્ર હતુ. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સ્કેન્ડલનો પર્દાફાશ કરીને દેશની સુરક્ષા સાથે ચેડાં કરી રહેલા તત્વોને સબક શિખવી દીધો હતો.

કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરાઇ હતી

અન્ય લોકોની સંડોવણીની ઉંડી તપાસ જરૂરી

એનસીબી હેડકવાર્ટર્સના સૂત્રોનાં જણાવ્યાં મુજબ એનસીબીની ટીમે આ ડ્રગ્સનો જથ્થો પકડી પાડીને તેની ગાંધીનગર એફએસએલમાં તપાસ કરાવી હતી, ત્યાર બાદ ALPS Life Science Pvt Ltd કંપનીના ડિરેક્ટર સુમિત કુમાર બ્રિજેન્દ્રસિંગની
ની NDPS એક્ટ (under section 9A, 25A, 26, 29 & 38) હેઠળ ધરપકડ કરાઇ હતી અને તેને રાજુલ કોર્ટમાં હાજર કરાયો હતો, એનસીબીએ કેસની ઉંડી તપાસ માટે અને દેશ વિરોધી તત્વોને ખુલ્લા પાડવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ તેમને રિમાન્ડ મળ્યાં ન હતા. ત્યાર બાદ કંપનીના ડિરેક્ટરના સાથીઓએ આ કેસને રફેદફે કરવાના અનેક પ્રયાસ કર્યાં છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે, એનસીબીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યાં છે.

દવાની કેપ્સ્યૂલની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી

દેશને બરબાદ કરી રહ્યાં છે ડ્રગ્સ માફિયાઓ

એનસીબીની ટીમે Cold Cap અને Alpcet-P કેપ્સ્યૂલનો જથ્થો પકડી પાડ્યો હતો, આ સેમ્પલ એફએસએલ, ગાંધીનગરમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાં એક કેપ્સ્યૂલમાંથી 120 mg સૂડોએફેડ્રીન (Pseudoephedrine) નામનું શિડ્યૂલ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનું કુલ વજન 475.2 કિલોગ્રામ હતુ, અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે.

આરોપીએ મોબાઇલ સહિતના પુરાવા નાશ કરી નાખ્યાં

આ કેસના મુખ્ય આરોપી સુમિત કુમારે પુરાવા નાશ કરી નાખ્યાં હતા.એનસીબીએ રાજુલા કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું હતુ કે સુમિત કુમારે આ કન્સાઇમેન્ટની માહિતી, ડ્રગ્સ લઇ જવાનો રૂટ અને રિસીવરની માહિતી છુપાવવા માટે પોતાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો અને પુરાવાનો નાશ કર્યો હતો, તેની સામે કડક કાર્યવાહી કરવા માટે એનસીબીએ કોર્ટમાં અન્ય પુરાવા રજૂ કર્યાં હતા.

દેશની સુરક્ષા સામે ખતરો, દવાના નામે ડ્રગ્સનો કારોબાર

પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલી 39.60 લાખ કેપ્સ્યૂલમાં ડ્રગ્સ હતુ, જેનું વજન અંદાજે 475.2 કિલો જેટલું થાય છે અને આ સૂડોએફેડ્રીન ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજે 2000 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. આરોપીઓ દવાના નામે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. સૂડોએફેડ્રીનનો ઉપયોગ ફાર્મા સેક્ટરમાં અને સિન્થેટિક્સ ડ્રગ્સ બનાવવા થાય છે, તેની પ્રોસેસ કરીને મેથાએમફેટામાઈન (Methamphetamine) બનાવી શકાય છે, પરતુ અહીં તો કેપ્સ્યૂલમાં પુરું ડ્રગ્સ જ સપ્લાય થઇ રહ્યું હતુ.

હરિયાણાના સોનીપત, દિલ્હીમાં એનસીબીએ તપાસ કરી હતી

એનસીબીના અધિકારીઓએ ALPS Life Science Pvt Ltd કંપનીના દિલ્હી, હરિયાણાના સોનીપત જેવા ઠેકાણાંઓ પર તપાસ કરી હતી અને કંપનીની ખરીદી-વેચાણની માહિતી મેળવી હતી, જેમાં અનેક વસ્તુઓ શંકાસ્પદ હતી, આ કંપનીના ડિરેક્ટરોએ અગાઉ પણ અહીંના માર્કેટમાં ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરી હોવાની આશંકાઓ છે. આ કંપની સાથે જોડાયેલી અન્ય કંપનીઓની પણ ઉંડી તપાસ જરૂરી છે, દેશને બરબાદ કરનારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે.

કંપનીના બે કર્મચારીઓને પણ ધકપકડ કરાઇ

ધનેશચંદ્ર ચમોલી, સુમિતની ધરપકડ

આ ડ્રગ્સકાંડ હજુ મોટો હોય શકે છે ??

એનસીબીએ અનેક વખત કંપનીના કેટલાક કર્મચારીઓને સમન્સ મોકલ્યાં છે, પરંતુ તેઓ હાજર થયા નથી, આ કેસમાં આરોપી સુમિત કુમાર સિવાય ચંદ્રપાલસિંગ (ક્વોલિટી કન્ટ્રોલ) પ્રદિપકુમાર, મખ્ખનસિંગ, સુમિત કુમારના ડ્રાઇવર વિરેન્દ્ર રામેશ્વર, કંપનીના ગાર્ડ સંજય મિશ્રા, ઓપરેટર ભૂપસિંગ, ઓપરેટર પ્યારેલાલ ચૌહાણ સહિતના લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતા, પરંતુ આ લોકો હાજર થયા ન હતા. જો કે અહીં તપાસ એ જરૂરી છે કે આ ગેંગે અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ આ મોડસ ઓપરન્ડીથી વેંચ્યું છે.

આ કંપનીએ દેશના માર્કેટમાં પણ ડ્રગ્સ ઘૂસાડ્યું હોવાની આશંકા

કંપનીના ડિરેક્ટર સુમિત કુમાર અને તેના સાથીઓએ દેશના માર્કેટમાં પણ ડ્રગ્સનો જથ્થો ઘૂસાડ્યો હોવાની પ્રબળ આશંકા છે, કેટલાક લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ આ કંપનીએ ડ્રગ્સની હેરાફેરી કર્યાની વાત નકારી શકાય તેમ નથી, કંપની દવાના નામે ડ્રગ્સનો વેપાર કરી રહી છે, જેથી આ કેસની ઉંડી તપાસ થાય તો આખા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો મોટો પર્દાફાશ થઇ શકે છે. કંપનીના ડિરેક્ટરોએ ડ્રગ્સથી મળતા નાણાં દેશવિરોધી કામોમાં વાપર્યાં છે કે નહીં તેની પણ ઉંડી તપાસ દેશ હિતમાં થવી જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch