Thu,14 November 2024,12:22 pm
Print
header

ભૂજમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, ડ્રગ્સ પકડવા પોલીસે આરોપીઓ પર કર્યું ફાયરિંગ, પંજાબથી આવતી હતી કાર- Gujarat Post

કચ્છઃ ભૂજ-માધાપર હાઇવે પર ગઈકાલે સાંજે ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા માફિયાઓને પકડવા પોલીસ ટીમે કારનો પીછો કરીને કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફિલ્મી ઢબે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. આ કારમાંથી પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. ગુજરાતમાં પહેલી વખત જ ડ્રગ્સ પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું છે, પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ લવાતું હોવાનું સામે આવ્યું છે.પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, બાતમીને આાધારે એસ.ઓ.જી અને એલ.સી.બી.ની ચાર ટીમોએ સફળ ઓપરેશન કર્યું છે.

આરોપીઓની પૂછપરછ બાદ કારના મેઈન ડેસ્કબોર્ડમાં છૂપાવેલું 300 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભૂજ માધાપર હાઇવે પર દિલ્હી પાસિંગની બ્રેઝા કારમાં ડ્રગ્સની ડીલીવરી કરવા કેટલાક શખ્સો આવી રહ્યાં હોવાની બાતમી પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. એસઓજી અને એલસીબીની ટીમોએ વોચ ગોઠવી હતી. સાંજના છ વાગ્યાના અરસામાં બાતમી મુજબની કાર માધાપર હાઈવે ઉપર નળવાળા સર્કલ પાસેથી પસાર થઈ હતી.

ખાનગી ડ્રેસમાં રહેલી પોલીસની ચાર ટીમો સક્રિય થઈ હતી. પોલીસ હોવાનું જણાઈ આવતાં ડ્રગ્સ માફિયાઓએ કારને પુરઝડપે દોડાવી દીધી હતી. જો કે, પોલીસ વધુ સતર્ક હતી. એસ.ઓ.જી. પીઆઈ વિનોદ ભોલા અને પોલીસ ટુકડીઓમાંથી નળવાળા સર્કલ પાસે કારના ટાયર ઉપર ફાયરિંગ કરાયું હતું. ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગમાં કારનું ડાબી બાજુનું આગળનું ટાયર બર્સ્ટ થઈ ગયું હતું. ટાયર પર ગોળી વાગતાં કાર કાબુ ગુમાવીને રોડની સાઇડમાં ખેચાઇ ગઇ હતી. જે બાદ કારમાંથી ત્રણ શખ્સોને તરત જ ઝડપી લેવામાં આવ્યાં હતા. જ્યારે, નાસી રહેલા બે શખ્સોને પોલીસે પીછો કરીને ઝડપી લીધા હતાં. આ શખ્સોને નજીકની દુકાનમાં લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી તે પછી ડ્રગ્સનો છુપાવેલો જથ્થો મળી આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch