અમદાવાદઃ ગુજરાત પોલીસ (Gujarat police ) આવતીકાલથી એટલે કે 6 માર્ચથી સ્પેશિયલ ડ્રાઈવ(special drive)કરશે. 6થી 15 માર્ચ સુધી ગુજરાતમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.જો કોઈ આ નવા નિયમ પ્રમાણે ભંગ કરતા જોવા મળશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. જો કોઈ બાઇક ચાલક હેલ્મેટ વગર કે પછી કારમાં સીટ બેલ્ટ લગાવ્યાં વગર પકડાશે તો તેને દંડ કરવામાં આવશે. આ મામલે રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજી પિયુષ પટેલે પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા કરવામાં આવી હતી. અહીં નવા નિયમોને લઇને ચર્ચા કરાઇ હતી.
પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલ એસટીબી ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા માટે કહેવામાં આવ્યું છે.સ્પેશિયલ ડ્રાઈવમાં ખાસ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિનાના વાહનચાલક માટે કરવા જણાવ્યું છે. પરિપત્ર જાહેર કરીને 9 દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યના તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સૂચના આપવામાં આવી છે. જે આ સૂચનાનું પાલન ન કરે તેમને દંડ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યાં બાદ તેનો અહેવાલ આપવા માટે આ પરિપત્રમાં જણાવ્યું છે. હવે જો આ 9 દિવસમાં તમે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમારે દંડ ભરવો પડશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32