Gujarat Post Fact Check News: ભારતીય રેલ્વેને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે, જેના દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ આજકાલ સામાન્ય બાબત છે. દરમિયાન સોશિયલ મીડિયા પર આવા સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યાંં છે કે જો કોઈ અન્યની ટ્રેન ટિકિટ IRCTCના વ્યક્તિગત ખાતા દ્વારા બુક કરવામાં આવશે, તો કોઈને જેલ જવું પડી શકે છે અને મુસાફરને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર આવા સમાચાર ફરતા થયા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારા પર્સનલ એકાઉન્ટમાંથી કોઈ અન્યની ટ્રેન ટિકિટ બુક કરાવો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે. શું આ ખરેખર સાચું છે ?
IRCTC સાઇટ પરથી ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર છે. આ નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાના પર્સનલ યુઝર આઈડીથી મિત્રો, પરિવાર કે સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો કે જો તમે તમારા મિત્રો માટે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો તો તમે જેલમાં જઈ શકો છો તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.
IRCTCએ પોતે એક નોટ જારી કરીને આવી અફવાઓને નકારી કાઢી છે. IRCTC દ્વારા જારી કરવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યુઝર જેનું એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તે 24 ટિકિટ બુક કરાવી શકે છે. જો આધાર લિંક ન હોય, તો પણ તે દર મહિને 12 ટિકિટ બુક કરી શકે છે, જો કે, રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ દ્વારા તેના અંગત ખાતામાંથી લીધેલી ટ્રેનની ટિકિટ વ્યવસાયિક રીતે વેચી શકાતી નથી. રેલવે અધિનિયમ, 1989ની કલમ 143 મુજબ, વ્યક્તિગત ખાતામાંથી બુક કરેલી ટિકિટ વેચી શકાતી નથી, આ માટે કડક સજાની જોગવાઈ છે.
The news in circulation on social media about restriction in booking of e-tickets due to different surname is false and misleading. pic.twitter.com/xu3Q7uEWbX
— IRCTC (@IRCTCofficial) June 25, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
T- 20 વર્લ્ડકપની ભવ્ય જીત સાથે ભારતીય ટીમમાંથી દ્રવિડની પણ વિદાય, બન્યાં ભાવુક | 2024-06-30 09:41:17
PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુજીએ ટીમ ઈન્ડિયાને જીત માટે પાઠવ્યાં અભિનંદન, આ રીતે વરિષ્ઠ નેતાઓએ ખુશી વ્યક્ત કરી | 2024-06-30 09:10:58
કોહલી બાદ કપ્તાન રોહિતે પણ T- 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત | 2024-06-30 07:31:50
Politics: દિલ્હીમાં JDU ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, નીતિશકુમાર લેશે અનેક નિર્ણયો- Gujarat Post | 2024-06-29 10:25:48
Fact Check: કોંગ્રેસ કાર્યાલયમાંથી NEET પેપર લીકનો આરોપી પકડાયો હોવાનો દાવો ખોટો છે | 2024-06-29 10:22:02
Fact Check: NTAની વેબસાઇટ પર NEET ના પરીક્ષાર્થીઓનો ડેટા હેક થયો હોવાનો દાવો, જાણો વાયરલ પોસ્ટની હકીકત | 2024-06-28 10:37:39
Fact Check: કોહલી ગેમિંગ એપનો પ્રચાર કરતો હોવાના વાયરલ વીડિયોની આ છે હકીકત- Gujarat Post | 2024-06-27 09:45:53
Fact check: દિલ્હી યુનિવર્સિટીમાં ધર્મેન્દ્ર પ્રધાનને કાળા ઝંડા બતાવવાનો દાવો ભ્રામક છે, જાણો સત્ય | 2024-06-22 09:00:02