Sun,30 June 2024,5:35 pm
Print
header

Fact Check: કોહલી ગેમિંગ એપનો પ્રચાર કરતો હોવાના વાયરલ વીડિયોની આ છે હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: હાલ ICC T20 World Cup 2024 ચાલી રહ્યો છે. ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ટી 2- વર્લ્ડકપ દરમિયાન ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કંગાળ ફોર્મમાં છે, તે તેની પ્રતિભા મુજબનો દેખાવ કરી શક્યો નથી. દરમિયાન  વિરાટ કોહલીના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તે એવિએટર નામની ગેમિંગ એપની જાહેરાત કરતો જોવા મળે છે. અમારા ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું છે કે વિરાટ કોહલીના બંને વીડિયો એડિટ છે.

અસલી વીડિયોમાંથી વિરાટ કોહલીનો અવાજ દૂર કરવામાં આવ્યો છે અને અલગ નકલી અવાજ ઉમેરવામાં આવ્યો છે. બંને વીડિયોમાં વિરાટ કોહલી અલગ-અલગ કપડામાં જોવા મળી રહ્યો છે અને એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યો છે. ફેસબુક પર વીડિયો શેર કરતી વખતે એક પેજ પર લખ્યું હતું કે, '94% ખેલાડીઓ દરરોજ જીતે છે, ક્લાસિક ભારતીય રમત, જીતવા માટે આવો'.

આ પહેલા પણ મુકેશ અંબાણી જેવી હસ્તીઓને ગેમિંગ એપ્સનો પ્રચાર કરતા દર્શાવવામાં આવ્યાં હતા. તેના પરથી અમે માની લીધું કે વિરાટ કોહલીનો વાયરલ વીડિયો ફેક હતો. દાવાની ચકાસણી કરવા માટે, અમે વિરાટ કોહલીનો અસલ વીડિયો શોધ્યો. વિરાટ કોહલીનો પહેલો વીડિયો અમને મળ્યો. વિરાટ કોહલીના આ ઓરિજિનલ વીડિયોને એડિટ કરીને પહેલો વીડિયો બનાવવામાં આવ્યો છે. બીજો વીડિયો આ પછી 3 ફેબ્રુઆરી 2022ના રોજ ફેસબુક પર ઓડી વિશાખાપટ્ટનમના પેજ પર અપલોડ કરવામાં આવેલ વિરાટ કોહલીનો બીજો વીડિયો મળ્યો. આમાં તે ઓડી કારની જાહેરાત કરી રહ્યો હતો.

ફેક્ટ ચેક પરથી સ્પષ્ટ થાય છે કે બંને વીડિયો એડિટ કરવામાં આવ્યાં છે અને તેમાં નકલી અવાજ અલગથી ઉમેરવામાં આવ્યો છે. આ નકલી અવાજ કયા ટૂલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં, પરંતુ સંભવતઃ તે AI વૉઇસ ક્લોનિંગ હોઈ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch