Thu,31 October 2024,3:23 pm
Print
header

સિનિયર IAS આરતી કંવરને સ્ટેટ GST ચીફ કમિશનરનો ચાર્જ મળ્યો, સ્પેશિયલ કમિશરની જગ્યા પર પણ નવી નિમણૂંક

સિનિયર અધિકારીઓની બદલીનો ઓર્ડર

સ્ટેટ જીએસટી વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીઓનો દૌર ચાલુ છે, થોડા જ દિવસોમાં એસી, જેસી, એસટીઓ અને ઇન્સ્પેક્ટર લેવલના અધિકારીઓની મોટા પાયે બદલીઓ થઇ છે, અનેક ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવી છે, હવે સ્ટેટ જીએસટી ચીફ કમિશનરનો ચાર્જ સિનિયર આઇએએસ અધિકારી આરતી કંવરને મળ્યો છે, આ જગ્યા પર આઇઆરએસ અધિકારી સમીર વકીલ ચાર્જમાં હતા અને તેમની પોતાની કેડરમાં બદલી થઇ છે.

સ્પેશિયલ કમિશનરની જગ્યા પર આઇએએસ અધિકારી પી.ભારતીની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ગુજરાત કેડરના 2005 ની બેંચના આઇએએસ અધિકારી છે. આરતી કંવર 2001 બેંચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે અને તેઓ નાણાં વિભાગમાં (ઇકોનોમી અફેર્સ) સેક્રેટરી પણ છે. આ બંને અધિકારીઓ સરકારમાં અનેક ઉચ્ચ પદો પર કામનો અનુભવ ધરાવે છે, સ્ટેટ જીએસટીનો ચાર્જ હવે તેમની પાસે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch