Sat,16 November 2024,6:21 am
Print
header

નિર્લિપ્ત રાયની એન્ટ્રી, ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોટ્સએપ નંબર કરાયો જાહેર- Gujarat post

હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂંક કરવામાં આવી છે 

માહિતી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે 

ગાંધીનગર: ગુજરાતમાં ગુનાખોરીને અટકાવવા ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ દારૂ- જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસે દારૂ-જુગાર સહિતના દૂષણો નાથવા 9978934444 વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે, જેમાં અમરેલી એસપી તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે.

પોલીસે ફોટો, વીડિયો મોકલવા અપીલ કરી

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ જણાવ્યું કે, તમારી સોસાયટીમાં કે આસપાસમાં જો દારૂની હેરાફેરી કે ખરીદ વેચાણ, સાર્વજનિક સ્થળોમાં દારૂ પીને ઉપદ્રવ કરવો, જુગાર-સટ્ટા જેવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તો 9978934444 નંબર પર માહિતી આપશો. પોલીસે જાહેર કરેલા 9978934444 નંબર પર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અટકાવવા માટે ફોટો, વીડિયો, માહિતી મોકલવા નાગરિકોને અપીલ કરી છે. આ નંબર પર માહિતી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવાની એસપીએ ખાતરી આપી છે. ત્યારે હવે નવા પોલીસ અધિકારી આવતા બુટલેગરો અને જુગારીઓની ખેર નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch