Sun,17 November 2024,7:26 am
Print
header

અમારી માંગો પુરી કરો.. ગુજરાતના તલાટી કમ મંત્રીઓની હડતાળથી પંચાયતોની કામગીરી ખોરવાઇ

જૂની માંગોને લઇને ભાજપ સરકાર સામે રોષ 

વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ આજથી રાજ્યમાં તલાટી કમ મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે.તલાટીઓની આ હડતાળ 4 ઓક્ટોબર સુધી ચાલશે, તેઓ 5 ઓક્ટોબરે કાળી પટ્ટી બાંધીને વિરોધ ચાલુ રાખીને કામગીરીમાં જોડાશે, સરકાર સામે તલાટી કમ મંત્રીઓ પોતાની માંગોને લઈને અડગ છે. છેલ્લા ઘણા સમયથી સરકાર સામે પોતાની માંગોને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા તેમને આંદોલનના હથિયારનો માર્ગ અપનાવ્યો છે. આગામી સમયમાં પણ જો તેમની માંગો પુરી નહીં થાય તો ગાંધીનગર સુધી આ આંદોલન ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ હડતાળને કારણે અનેક પંચાયતોની કામગીરી ખોરવાઇ ગઇ છે.

તલાટી કમ મંત્રીઓની આ છે માંગો 

1. વર્ષ 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવામાં આવે 

2. 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે જે મુદ્દે ન્યાય આપવામાં આવે

3. 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી તેને લઈને સરકાર સામે રોષ

4. 2007ના તલાટીને 12 વર્ષની નોકરી પછી પણ ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું નથી. 

5. E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવાની પણ તલાટીઓ માંગ કરી રહ્યાં છે. 

6. તલાટીઓની સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી એટલું જ નહીં નિયમ છતાં 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી પણ આપવામાં આવતી નથી,

7. પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે બંધ થાય 

8. બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ

9. મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch