Sat,16 November 2024,5:47 am
Print
header

ગુજરાતના ડાંગ જિલ્લામાં વાઘ માટે બનશે સફારી પાર્ક- Gujarat Post

(ફાઈલ તસવીર)

ગુજરાતમાં સિંહ દર્શન બાદ હવે વાઘ દર્શન થઈ શકશે

રાજ્યમાં બનશે વાઘ માટે પ્રથમ સફારી પાર્ક

ઝારખંડ બાદ ગુજરાતના ડાંગ-આહવાના જોબારી ગામમાં વાઘનો સફારી પાર્ક બનાવવામાં આવશે

ફેબ્રુઆરી 2019માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં વન્ય પ્રાણીના ચાહકો માટે સારા સમાચાર છે. સિંહ બાદ હવે રાજ્યમાં વાઘ માટે પણ સફારી પાર્ક બનશે.ત્રણ દાયકા બાદ ડાંગ જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે સાપુતારા નજીક સમઘન રેન્જમાં વાઘ માટે સફારી પાર્ક બનાવવાનું નક્કી કર્યુ છે. આ માટે 29 હેક્ટર જમીન પણ નક્કી કરી લેવામાં આવી છે. ઝારખંડ બાદ ગુજરાતના ડાંગ-આહવાના જોબારી ગામમાં વાઘનો સફારી પાર્ક બનાવવામાં આવશે.

ફેબ્રુઆરી 2019માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘ મહારાષ્ટ્રથી 300 કિમી અંતર કાપીને આવ્યો હતો. મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો, તેની તસવીર ખેંચી હતી. જે વાયરલ થયા બાદ તેની ખરાઈ કરવા વન વિભાગે જંગલમાં નાઇટ વિઝન કૅમેરા ગોઠવ્યા હતા. વન વિભાગના માણસો સાથે કુલ 200 લોકો વાઘની ભાળ મેળવવામાં કામે લાગ્યા હતા. જે બાદ વન વિભાગે કેમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ કરી હતી.

'એશિયાઈ સિંહો'નું એક માત્ર ઘર ગણાતા ગુજરાતમાં એક સમયે વાઘની પણ વસતિ હતી. મોટાભાગ વાઘ ડાંગનાં જંગલોમાં જોવા મળતા હતા,જો કે રાજ્યમાં વાઘોની સંખ્યા સતત ઘટતી ગઈ છે, આ અંગે સૌથી પહેલાં ચિંતા ત્યારે જન્મી જ્યારે વર્ષ 1979માં વાઘની આંગણીના વેઢે ગણી શકાય એટલી જ સંખ્યા ગુજરાતમાં રહી હોવાની વાત સામે આવી હતી. તેના 10 વર્ષ બાદ કરાયેલી વસતિ ગણતરી અનુસાર ગુજરાતમાં માત્ર 13 જ વાઘ બચ્યા હોવાનું જાણવા મળ્યું છે. 1992ની વસતિ ગણતરી અનુસાર રાજ્યમાં એક પણ વાઘ ન હતો બચ્યો. 'સૅન્ચુરી' વેબસાઇટના દાવા અનુસાર વર્ષ 1997માં ગુજરાતમાં વાઘ દેખાયો હતો, જો કે ફરી પાછો કોઈ વાઘ રાજ્યમાં દેખાયો નથી. પરંતુ ગુજરાતમાં વાઘ દેખાવાની વાતો સમયાંતરે સંભળાતી જ રહે છે. ડાંગ જિલ્લામાં વાઘ સફારી પાર્ક બન્યાં બાદ ફરીથી રાજ્યમાં વાઘ જોવા મળશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch