Sat,16 November 2024,8:10 pm
Print
header

આગાહી- જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ - Gujarat Post

અમદાવાદઃ રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન વધીને 14.2 ડિગ્રી થયું છે.નલિયામાં 13 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંઘીનગરનું લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રીએ પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 ડિસેમ્બરે બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, ડીસા, પાટણ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાનનો પારો ગગડી શકે છે. છુટા છવાયા વરસાદની આગાહીને પગલે  શિયાળુ પાકોમાં નુકસાનની ભીતીથી ખેડૂતોમાં ચિંતા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch