Fri,01 November 2024,7:03 pm
Print
header

કોંગ્રેસમાં ગાંધી પરિવારની ચાપલૂસી જ ચાલે છે, યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપી દીધું રાજીનામું- Gujaratpost

યુથ કોગ્રેસની ચૂંટણીમાં 1 કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યાં હતા

કોંગ્રેસની મુખ્ય ઓફિસોમાં ગાંધી પરિવારની જ ભક્તિ થાય છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગંભીર આરોપો લગાવીને યુથ કૉંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને તમામ પદો પરથી રાજીનામું આપીને ગંભીર આરોપ લગાવ્યાં છે, કહ્યું કે કોંગ્રેસની મુખ્ય ઓફિસોમાં માત્ર ગાંધી પરિવારની ભક્તિ થાય છે. નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા, રાહુલ, પ્રિયંકાના ફોટો હોય છે.કૉંગ્રેસનું ગળું તો ક્યારનું રૂંધી નાખવામાં આવ્યું હતુ, હવે ધીમે ધીમે અહેસાસ થયો કે કોગ્રેસ દેશની સેવા કરવા માટે નહીં પણ એક પરિવારની ભક્તિ માટે જ કરે છે. કોંગ્રેસે રૂપિયા લઇને મને પદ આપ્યું છે.યુથ કોગ્રેસની ચૂંટણીમાં 1 કરોડ 70 લાખ રૂપિયા મે, મારા ગ્રુપે પાર્ટીને આપ્યાં હતા.

કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું છે. વાઘેલા બે દિવસ બાદ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની છે. તેઓ હાર્દિક પટેલના નજીકના પણ છે. અગાઉ હાર્દિકે કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી કરી હતી.

વિશ્વનાથ સિંહે કહ્યું કે યુવાનોને જરૂર પડે ત્યારે નેતાઓ હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓનો જૂથવાદ અને પક્ષની સિસ્ટમથી ધૃણા છે. યુવાનો કોગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય જોતા નથી. નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. જેથી હવે હું પાર્ટી છોડી રહ્યો છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch