Mon,18 November 2024,5:48 am
Print
header

ગુજરાત સરકાર દ્રારા પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી ભરાશે ફોર્મ ?

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્રારા પોલીસ વિભાગમાં ભરતી માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં 1382 ખાલી પડેલી જગ્યા પર ભરતી માટેની પક્રિયા શરૂ કરવા જાહેરાત કરી છે. સરકાર દ્વારા પોલીસ બેડામાં ભરતી માટે કરવામાં આવેલી જાહેરાત મુજબ બિન હથિયારી PSI માટે 202 જગ્યા, બિનહથિયારી PSI મહિલા 98 જગ્યા, હથિયારી PSI માટે 72 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

આ સિવાય ઇન્ટેલીજન્સ ઓફિસર પુરૂષ માટે 18 જગ્યા, ઇન્ટેલીજન્સ ઓફિસર મહિલા માટે  9 જગ્યા, બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સપેકટર પુરૂષ માટે 659 જગ્યા,બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સપેકટર મહિલા માટે 32 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમામ ભરતી માટેના ફોર્મ 16 માર્ચથી ભરવાના શરૂ થશે અને 31 માર્ચ સુધી અરજી સ્વીકારવામાં આવશે. ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યારે પોલીસમાં જવા માંગતા યુવાઓ માટે આ એક મોટી તક છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch