હિન્દુ પક્ષની મહિલાઓની પૂજા કરવાની માંગની અરજી પર વિચાર થશેઃ કોર્ટ
આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે
કોર્ટ રુમમાં પક્ષકારોના લગભગ 40 લોકો અને તેમના વકીલોને જ એન્ટ્રી મળી હતી
ઉત્તર પ્રદેશઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદ અને શૃંગાર ગૌરી કેસ પર જિલ્લા કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે. જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારીને કહ્યું "આ કેસની સુનાવણી થશે. વારાણસી જિલ્લા કોર્ટ 22 સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરશે.
કોર્ટે કહ્યું- "કેસ નંબર 693/2021 (18/2022) રાખીસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, વારાણસી-જ્ઞાનવાપી કોમ્પ્લેક્સ અંગે દાખલ કરવામાં આવેલા કેસમાં પ્રતિવાદી નંબર 4 અંજુમન ઉનાઝાનિયાએ કહ્યું છે કે મસ્જીદ કમિટીએ આપેલી અરજી ફગાવી દેવામાં આવી છે.કોર્ટે કહ્યું છે કે આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બર 2022ના રોજ થશે. અને મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષ હવે હાઈકોર્ટમાં જઇ શકે છે.
વારાણસી જિલ્લા કોર્ટના નિર્ણય બાદ યોગી સરકારના એક મંત્રીએ કહ્યું કે કોર્ટે ખૂબ જ સારો નિર્ણય આપ્યો છે.આ નિર્ણય હિન્દુઓની લાગણી મુજબ છે, રાજ્યભરમાં ખુશીની લહેર છે.
ડિસ્ટ્રિક્ટ જજ અજય કૃષ્ણ વિશ્વેશે ચૂકાદો સંભળાવ્યો ત્યારે હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન હાજર હતા. 5 વાદી મહિલા પૈકી 3- લક્ષ્મી દેવી, રેખા આર્ય અને મંજુ વ્યાસ અહીં પહોંચ્યાં હતા. રાખીસિંહ અને સીતા સાહુ કોર્ટ રૂમમાં આવ્યા ન હતા, પક્ષકારોના 40 લોકો અને તેમના વકીલોને જ એન્ટ્રી મળી હતી.
અત્યંત સંવેદનશીલ ગણાતા આ મામલામાં કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરમાં હિંદુ-મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યાં હતા
પાંચ હિંદુ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જીદ પરિસરમાં હાજર હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી માંગી છે. આ મહિલાઓએ ખાસ કરીને શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની વાત કરી છે અને કોર્ટે હવે આ અરજી પર વિચારી રહી છે. કોર્ટના આદેશ પર મસ્જીદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો.સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જીદના ભોંયરામાં છે, મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ મામલો રાજકીય બની ગયો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32