Mon,18 November 2024,8:26 am
Print
header

હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું વોટિંગ, પણ ન આપી શક્યો કોંગ્રેસને મત

વિરમગામઃ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું છે. ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચુક્યા છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિરમગામ ખાતે મતદાન કર્યુ હતું. વિરમગામ આઇટીઆઈ ખાતે હાર્દિકે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે.

મતદાન કર્યાં બાદ હાર્દિકે ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું, લોકતંત્રના આ મહાપર્વમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા વતન વિરમગામમાં મતદાન કર્યું છે હું દરેક ગુજરાતીને લોકતંત્રને મજબૂત બનાવવા ચોક્કસ મતદાન કરવાની અપીલ કરું છું. પાર્ટીના આંતરિક વિખવાદ અંગે હાર્દિકે કહ્યું હતું કે, સાથે બેસીને સમજી લઈશું. વિરમગામના વસવેલીયા ગામમાં ભાજપનો ચૂંટણી એજન્ટ બુથમાં પાર્ટી સિમ્બોલ બેગ સાથે પહોંચતા વિવાદ સર્જાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch