Sat,16 November 2024,12:19 pm
Print
header

23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના પોલીસ કેસો પરત નહીં ખેંચાય તો ફરીથી આંદોલનઃ હાર્દિક પટેલ- Gujarat post

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા  સરકારને અલ્ટીમેટમ

હાર્દિક પટેલે કહ્યું કે, મારો કેસ છોડીને બાકીના બધા કેસ પાછા ખેંચો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલે હુંકાર કર્યો છે. કૉંગ્રેસ નેતા હાર્દિકે પ્રેસ કોન્ફરન્સ યોજી પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા તમામ પોલીસ કેસ પરત લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.હાર્દિક કહ્યું કે, મારો કેસ છોડીને બાકીના બધા કેસ પાછા ખેંચો. હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે આ કેસ પાછા ખેંચો. કેસ પાછા નહીં ખેંચાય તો 23 માર્ચથી ફરીથી આંદોલન કરીશું.

હાર્દિક પટેલે જણાવ્યું કે, મને યાદ છે કે એક કેસમાં 20 થી 25 લોકો હોય છે. એટલે હજુ રાજ્યના 4થી 5 હજાર પાટીદાર યુવાનો પર કેસ ચાલુ છે. કોર્ટમાં તારીખો, પોલીસ સ્ટેશનના ધક્કા જેવી અનેક સ્થિતિઓમાંથી નીકળવું પડે છે. જ્યારે વિજય રૂપાણીને હટાવ્યાં ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ખોડલધામના નરેશ પટેલની આગેવાનીમાં પાસ કાર્યકરો સહિત અગ્રણી સંગઠનોની હાજરીમાં સીએમને મળીને કેસ પાછા ખેંચવા મુદ્દે વાતચીત થઇ હતી.ત્યારે એકાદ મહિનામાં કેસ પાછા ખેંચવા વિશે નિર્ણય લેશું તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. તેના 10 દિવસ પછી સીઆર પાટીલને મળીને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ભ્રમિત અને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી હોવાનો આરોપ હાર્દિક પટેલે લગાવ્યો છે. ત્યારે હાર્દિક ફરીથી મેદાનમાં આવતા ભાજપ સરકારની મુશ્કેલીઓ વધશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch