Thu,21 November 2024,8:54 pm
Print
header

હરિયાણામાં ભાજપની હેટ્રિક, કોંગ્રેસે ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ

ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસે 1-1 સીટ જીતી

બીએસપી, INLD 1-1 અને અપક્ષ 3 સીટ પર આગળ

Haryana Election Results 2024: ભાજપ ફરી એકવાર હરિયાણામાં જીતની હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે. બપોરે 1.30 વાગ્યા સુધી પાર્ટી 50 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 36 સીટો પર આગળ છે. INLD 2 બેઠકો પર અને અન્ય ચાર બેઠકો પર આગળ છે. મત ગણતરીની શરૂઆતમાં કોંગ્રેસ બહુમતમાં હતી અને કાર્યકરો ગેલમાં આવીને મીઠાઈ વહેંચવા લાગ્યા હતા, પરંતુ તે બાદ ભાજપે લીડ લીધી હતી.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, 'અમે મેમોરેન્ડમ સબમિટ કરીને ફરિયાદ કરી રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે ECI અમારા પ્રશ્નોના જવાબ આપે કારણ કે 11-12 રાઉન્ડના પરિણામો આવી ગયા છે પરંતુ જે અપડેટ કરવામાં આવ્યું છે તે માત્ર 4 થી 5 રાઉન્ડ માટે જ છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું થયું... અમે આશા રાખીએ છીએ કે ECI બંધારણીય સંસ્થા છે, નિષ્પક્ષ સંસ્થા છે, તેણે વહીવટીતંત્ર પર દબાણ ન લાવવું જોઈએ.. નિરાશ થવાની કોઈ જરૂર નથી. નિરાશ થાઓ. આ બધી 'માઇન્ડ ગેમ' છે. અમને જનાદેશ મળવાનો છે, કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch