Wed,09 October 2024,8:51 pm
Print
header

ચૂંટણી જીતનારા 29 વર્ષીય વિનેશ ફોગાટ 2014 અને 2018 કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતા

આ સિવાય પણ તેમણે ઘણા મેડલ જીત્યાં છે

ચાલુ વર્ષે ઓલિમ્પિકમાં તેમનું વજન વધારે હોવાના કારણે મેડલની રેસમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવ્યાં હતા

Haryana Results:  હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટ 6015 મતોની લીડથી જીત્યા છે. તેમને કુલ 65080 વોટ મળ્યાં, જ્યારે ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગીને 59065 વોટ મળ્યાં. વિનેશ ફોગટની આ જીતને કોંગ્રેસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે તેણે ભાજપના મજબૂત ઉમેદવારને ટક્કર આપીને આ જીત હાંસલ કરી છે.

ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે બપોરે 2.30 વાગ્યા સુધીમાં 90માંથી 10 સીટના પરિણામ જાહેર થયા છે. ભાજપે 3 અને કોંગ્રેસે 7 બેઠક જીતી છે.  ભાજપ 46 બેઠક પર અને કોંગ્રેસ 29 બેઠક પર આગળ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch