Mon,18 November 2024,4:08 am
Print
header

બે દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, અમદાવાદનું તાપમાન કેટલા ડીગ્રી રહેશે ?

ગાંધીનગર: બે દિવસ સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે. તેની સાથે એ પણ સમાચાર છે કે, 2 અને 3 એપ્રિલના સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીની આસપાસ રહેશે.

કોરોનાના ભયની વચ્ચે લોકો ગરમી વધવાને કારણે લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ શિકાર થઈ શકે છે. ગરમીનો પારો વધવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે ગરમી પડતા જ લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

નોંધનીય છે કે, હવામાન ખાતા અને આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, હિટવેવથી બચવા લોકોએ પર્યાપ્ત માત્રમાં પાણી પીવું, ભારે તળેલા ખોરાકને બદલે સાદો ખોરાક લેવો, સુતરાઉના હલકાં કપડા પહેરવા, વુધ્ધો અને બાળકો, બીમારોએ તડકામાં બહાર નીકળવાનું ટાળવું અને લોકોએ પણ બહાર નીકળવું પડે તો માથા પર ટોપી, રૂમાલ અવશ્ય રાખવા જોઇએ.હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવારે 41.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડિગ્રીને પાર કરી ગઈ હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે. ત્યારે આવી ગરમીમાં બિમારીથી બચવા સાવચેત રહેવું જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch