Sat,16 November 2024,7:49 am
Print
header

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હીટવેવની આગાહી, કાળઝાળ ગરમીમા શેકાવા રહેજો તૈયાર- Gujarat post

આગામી ચાર દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે

અમદાવાદઃ માર્ચ મહિનાનો આજે અંતિમ દિવસ છે.રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે 41.8 ડિગ્રી સે. તાપમાન સાથે કચ્છનું ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર  હતું. રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો છે.આગામી ચાર દિવસ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલથી ગરમીનું જોર વધશે. હિટવેવ ના પ્રકોપ વચ્ચે સન સ્ટ્રોક (લૂ લાગવા)ના કેસોમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર  બુધવારે અમરેલીનું તાપમાન 41.5 ડિગ્રી સે.નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 ડિગ્રી અને ભૂજનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયુ હતું. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 40.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39 ડિગ્રી નોંધાયુ હતું. 

આગામી ચાર દિવસ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આવતીકાલથી ગરમીનું જોર વધશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch