અમદાવાદઃ રાજ્યમાંથી બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયા બાદ તબાહીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડા બાદ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લાના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં અમીરગઢમાં 8 ઈંચ, દાંતા અને ધાનેરા તાલુકામાં 7-7 ઈંચ વરસાદ પડ્યો છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં છે.
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે કાર પાણીમાં ફસાઈ જતાં NDRF દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. NDRF દ્વારા 4 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. હજુ પણ એક લાપતા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા લોકો રાજસ્થાનના જાલોરના વતની હોવાનું સામે આવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20