Sun,17 November 2024,5:05 pm
Print
header

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, 20 જૂલાઈ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: હવામાન વિભાગે વરસાદની સંભાવના હાલમાં નહીંવત હોવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી જે બાદ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા પરતું હવે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વધુ ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી સામાન્ય વરસાદ ખાબકી શકે છે.

રાજ્યમાં 11 થી 20 જૂલાઈ સુધી વરસાદી વાતાવરણ

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે 11 જૂલાઈથી 20 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે આ દરમિયાન ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે

14 જૂલાઈથી 16 જૂલાઈ સુધી અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે જેથી દ્રારકાથી જખૌ સુધીના દરિયામાં હળવા દબાણની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ખલાસીઓને એલર્ટ કરાયા છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 122.94 મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મીની સરખામણીએ 14.64% છે. IMDના અઘિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે તારીખ 11મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch