Thu,19 September 2024,9:27 pm
Print
header

લેબનોન પેજર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોતથી ઇઝરાયેલ સામે હિઝબુલ્લા લાલઘૂમ, ઈરાનના રાજદૂત પણ બન્યાં બ્લાસ્ટનો શિકાર

બેરૂતઃ મંગળવારે લેબનોનમાં એક સાથે અનેક પેજર વિસ્ફોટમાં 9 લોકોનાં મોત થયા છે અને 2700 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પેજર વિસ્ફોટમાં મોટાભાગના જાનહાનિ હિઝબુલ્લાહના સભ્યો છે. ઘાયલોમાં લગભગ 200ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ વિસ્ફોટોમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીને પણ થોડી ઈજા થઈ હતી. અમાનીને સામાન્ય ઈજા થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લેબનોનની અલ-જાદીદ ટીવી ચેનલે ઈઝરાયેલી સેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે આ પેજરની બેટરીઓને નિશાન બનાવી છે, જેના કારણે ઘણા પેજર વિસ્ફોટ થયા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ આબેદે કહ્યું કે વિસ્ફોટોમાં 2,750 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 200ની હાલત નાજુક છે.તમામ ઇજાગ્રસ્તોને લેબનીઝ રાજધાની બેરૂત અને તેના દક્ષિણ ઉપનગરોમાં સ્થિત દહીહની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

પેજર વિસ્ફોટમાં હિઝબુલ્લાહના નેતાઓ ગંભીર રીતે ઘાયલ

ઈઝરાયેલના બહુભાષી ઓનલાઈન અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે રોઈટર્સના જણાવ્યાં અનુસાર પેજર વિસ્ફોટોમાં માર્યા ગયેલા હિઝબુલ્લાના એક અગ્રણી સભ્યનો સમાવેશ થાય છે. લેબનોનમાં ઘણા પેજર વિસ્ફોટ થતાં ટોચના હિઝબુલ્લાહ નેતાઓ અને તેમના સલાહકારો ઘાયલ થયા હતા.

હિઝબુલ્લાએ ઇઝરાયેલ સામે બદલો લેવાનું કહ્યું

હિઝબુલ્લાએ પેજર બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે અને જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ઇઝરાયેલ સાથેના લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષમાં જૂથની સૌથી મોટી સુરક્ષા ભૂલ હતી.

હિઝબુલ્લાહ એક શક્તિશાળી લેબનીઝ ઇસ્લામી મિલિશિયા અને રાજકીય ચળવળ છે. તે ઈઝરાયેલનો કટ્ટર દુશ્મન ગણે છે, જેને ઈરાન ખુલ્લેઆમ સમર્થન કરતું રહ્યું છે. બીજી તરફ ગાઝામાં ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ચલાવી રહેલા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે કહ્યું છે કે પેજર બ્લાસ્ટ એ ઉશ્કેરણી છે, જે ઈઝરાયેલને નિષ્ફળતા અને હાર તરફ જ લઈ જશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch