Thu,14 November 2024,11:55 am
Print
header

હિંમતનગરના બે ડોકટર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા, પોલીસે દાખલ કર્યો કેસ

હિંમતનગરઃ શહેરની યશદીપ ગાયનેક હોસ્પિટલના બે તબીબો ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા છે. રાજસ્થાનની પીસી એન્ડ પીએનડીટી ટીમ દ્વારા દરોડા કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રાજસ્થાનની ટીમ દ્વારા બી-ડીવીઝન પોલીસ મથેકે એક ડોક્ટરની પૂછપરછ દરમિયાન તેની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

હિંમતનગર ખાતે અનેક ગાયનેક હોસ્પિટલ કાર્યરત છે અને કેટલાક ગાયનેક ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે, ત્યારે રાજસ્થાનની પીસી એન્ડ પીએનડિટી ટીમને  જાણ થતા દલાલ મારફતે આવેલી મહિલા ગર્ભ પરીક્ષણ કરાવતી હતી,તે દરમિયાન ટીમના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને રંગે હાથે ડોકટરોને ઝડપી લેવામાં આવ્યાં હતા, 40 હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાંથી 10 હજાર રૂપિયા રાજસ્થાન પીસી એન્ડ પીએનડિટી ટીમના અધિકારી દ્વારા રિકવર કરવામાં આવ્યાં છે.

PC & PNDT એકટની રાજસ્થાન ટીમ દ્વારા રેડ કરીને કરાઇ કાર્યવાહી

જયપુરના દલાલ મારફતે આવેલી મહિલાનું ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા

ડો.મહેન્દ્ર સોનીને રાજસ્થાન પોલીસ પકડીને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી

રાજસ્થાન પોલીસ મહિલા સહિત ડોક્ટરને લઈને બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી

તબીબ એસોસિએશનના હોદ્દેદારો પહોંચ્યાં બી ડિવિઝન પોલીસ મથક

હોસ્પિટલના બે તબીબોને તપાસ અર્થે  હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતા. પૂછપરછ દરમિયાન ડૉક્ટર મહેન્દ્ર સોનીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા એમ્બ્યુલન્સ મારફતે તેને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા, સારવાર બાદ રાજસ્થાન પીસી એન્ડ પીએનડિટીની ટીમ દ્વારા બંને ડોકટરોની ધરપકડ કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch