Fri,15 November 2024,8:12 am
Print
header

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, માસ્ક પહેરેલા હુમલાખોરોએ કરી તોડફોડ, દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યાં

ટોરેન્ટોઃ કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અહીં ઓન્ટારિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં, માસ્ક પહેરેલા હુમલાખોરોએ મંદિર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને દિવાલો પર નફરતના સૂત્રો લખ્યાં હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જાણ કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ બે શકમંદોને શોધી રહી છે.

વિન્ડસર પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, માસ્ક પહેરેલા બદમાશોએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની બહાર દિવાલ પર કાળા રંગમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો લખ્યાં હતા.પોલીસે વધુમાં કહ્યું કે હિંદુ મંદિરમાં થયેલી તોડફોડને નફરતની ઘટના તરીકે તપાસવામાં આવી રહી છે.

પ્રારંભિક તપાસમાં અધિકારીઓએ એક વીડિયો મેળવ્યો છે, જેમાં રાત્રિના 12 વાગ્યા પછી બે શંકાસ્પદ લોકો આ વિસ્તારમાં જોવા મળ્યાં હતા.વીડિયોમાં એક શંકાસ્પદ ઈમારતની દિવાલ પર તોડફોડ અને કઈંક લખતો જોવા મળે છે. બીજો તેની બાજુમાં ઉભો છે. પોલીસે જણાવ્યું કે ઘટના સમયે, એક શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, કાળું પેન્ટ અને કાળા અને સફેદ ઊંચા ટોપ રનિંગ શૂઝ પહેરેલા હતા.બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, સફેદ શર્ટ, કાળા પગરખાં અને સફેદ મોજાં પહેર્યાં હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પહેલા 14 ફેબ્રુઆરીએ મિસીસૌગામાં રામ મંદિરમાં તોડફોડની સાથે હિંદુ વિરોધી અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યાં હતા.કેનેડાના બ્રેમ્પટનના ગૌરી શંકર મંદિર અને રિચમંડના વિષ્ણુ મંદિરમાં મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch