Canda Hindu Temple: કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર લોકો એકઠા થઈ રહ્યાં છે. આ લોકોના હાથમાં ભારતીય તિરંગા છે, કેટલાક લોકોના હાથમાં ભગવા ઝંડા પણ જોવા મળ્યાં, લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યાં છે. મંદિરની બહાર લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. આ મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિંદુ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, તેમનો પીછો કર્યો હતો અને માર માર્યો હતો. આ ઘટનાને લઈને ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી.
બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર વિરોધ કરી રહેલા કેટલાક લોકો ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યાં છે. કેનેડાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ હિન્દુ મંદિરમાં ડાઉન વિથ ખાલિસ્તાનના આવા નારા લગાવવામાં આવ્યાં છે. તેના પરથી હિન્દુઓમાં કેટલો રોષ છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા સોમવારે પણ અનેક ભક્તો મંદિરની બહાર એકઠા થયા હતા અને જય શ્રી રામ અને બટેંગે તો કટંગેના નારા લગાવ્યાં હતા.
Outside the Hindu Sabha temple in Brampton, Ontario right now. pic.twitter.com/z81MZE3KXJ
— Shiv Aroor (@ShivAroor) November 5, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પરના હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું કે હિંસાના આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળો પાડશે નહીં. બ્રામ્પટનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓની મંદિરની મુલાકાત દરમિયાન હિંસક અથડામણના એક દિવસ પછી, વડાપ્રધાન મોદીએ તેને ઇરાદાપૂર્વકનો હુમલો અને રાજદ્વારીઓને ડરાવવાનો કાયર પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે આશા પણ વ્યક્ત કરી કે કેનેડા સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
બેફામ બુટલેગરો.... દસાડામાં દારૂની ગાડી રોકવા જતા SMC ના PSI પઠાણનું મોત | 2024-11-05 11:13:18
Amreli: જાફરાબાદમાં સિંહણે બાળકીને માતાની નજર સમક્ષ ફાડી ખાધી- Gujarat Post | 2024-11-05 10:30:55
US Elections 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, ટ્રમ્પ અને હેરિસે કર્યો જીતનો દાવો- Gujarat Post | 2024-11-05 09:15:49
ACB ટ્રેપઃ મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2024-11-04 22:20:44
કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાથી પીએમ મોદી થયા લાલઘૂમ, સોશિયલ મીડિયા પોસ્ટ કરીને દર્શાવ્યો ગુસ્સો- Gujarat Post | 2024-11-04 22:01:00
કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું, શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો | 2024-11-04 08:42:23
કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓનાં મોત, બોરસદના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાનું પણ મોત | 2024-10-26 11:36:54
અલ્મોડા નજીક બસ ખીણમાં પડતા 36 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-11-04 12:31:54