Sun,17 November 2024,7:15 pm
Print
header

જૂનાગઢ: 15 વર્ષના તરૂણે બેફામ કાર ચલાવીને PSIને અડફેટે લેતા મોત

જૂનાગઢઃ 14 વર્ષના એક સગીર કારચાલકે પોતાની કાર બેફામ ઝડપે ચલાવી હતી જેમાં પેટ્રોલિંગ કરી રહેલા જૂનાગઢના રીડર પીએસઆઇને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

મૃતક છ દિવસ પહેલા જ રીડર પીએસઆઈ તરીકે ફરજ પર હાજર થયા અને કાળનો કોળીયો બન્યા. જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ તથા તેમના રીડર પીએસઆઇ ડી.કે.સિંગરેખયા સહિતનો પોલીસ સ્ટાફ ભવનાથ ક્ષેત્રના દામોદર કુંડ નજીક પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક પુરપાટ ઝડપે આવતી કારે પીએસઆઈ ડી કે સિંગરેખયાને અડફેટે લેતા પીએસઆઇ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

જૂનાગઢ ડીવાયએસપીના રીડર પીએસઆઇના કરુણ મોતના સમાચારના પગલે સમગ્ર પોલીસબેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch