Israel Hezbollah War: ઇઝરાયેલે હાશેમ સફીદ્દીનને મારી નાખ્યાં છે. જેને હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહના મોત પછી ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. IDFએ બેરૂતના દહી ઉપનગરમાં હાશેમ સફીદ્દીનને મારી નાખ્યાં છે. જો કે હજુ સુધી હાશિમના મોત અંગે હિઝબુલ્લાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગુરુવારે અડધી રાત્રે ઈઝરાયેલ સેનાએ બેરૂત પર જોરદાર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સફીદ્દીન ભૂગર્ભ બંકરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યાં હતા. હાશિમ સફીદ્દીનને અમેરિકાએ વર્ષ 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય ગતિવિધિઓ પર નજર રાખતા હતા. તે પયગંબર મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરતા હતા.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે રાત્રે જાહેરાત કરી હતી કે પશ્ચિમ કાંઠે તુલકારમમાં હમાસ નેટવર્કના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફીનું દિવસ દરમિયાન મોત થયું હતું.
IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરના રોજ કાર બોમ્બ હુમલાની યોજના બનાવી હતી. ઓફીએ વેસ્ટ બેંકમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ અનેક હુમલાની યોજના બનાવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સંસ્કારી નગરી વડોદરામાં ગેંગરેપથી હડકંપ, કોંગ્રેસ અને પ્રજાએ ભાજપ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ | 2024-10-05 20:05:46
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18
પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી | 2024-10-05 09:28:07
વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, સ્વ.સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની લીધી હતી મુલાકાત | 2024-10-04 17:37:35
Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનરો દેખાયા- Gujarat Post | 2024-10-04 10:08:45
North Korea: કિમ જોંગે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની આપી ધમકી, કહ્યું- જો દક્ષિણ કોરિયા કે અમેરિકા હુમલો કરશે તો... | 2024-10-04 09:01:07
israel hezbolla conflict: સીરિયાના અનેક શહેરોમાં વિસ્ફોટ, લેબનોન પર થયેલા હુમલામાં 8 ઈઝરાયેલી સૈનિકોના મોત | 2024-10-03 09:20:58