Sun,17 November 2024,3:25 am
Print
header

દિવાળીના તહેવારોને લઈ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ મામલે કરી મોટી જાહેરાત

નવા વર્ષના સ્નેહમિલનને લઇને મોટી જાહેરાત 

ગાંધીનગરઃ દિવાળીના તહેવારો પહેલા રાત્રિ કર્ફ્યૂને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી 30-11-2021 સુધી દરરરોજ રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. આ પહેલા કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યાથી હતું. રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં આ છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  

નૂતન વર્ષ નિમિત્તેના સ્નેહ મિલનના કાર્યક્રમો 400 લોકોની મર્યાદામાં કરી શકાશે. સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. છઠ્ઠ પૂજા નું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે. 30 નવેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  

સ્પા સેન્ટરો સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલી રાખી શકાશે. તમામ દુકાનો, સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch