Fri,15 November 2024,3:17 pm
Print
header

મધ્ય પ્રદેશમાં પોલીસે ભાજપ નેતાની હોટલ આંખના પલકારામાં કરી નાખી ધરાશાયી- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીન શોટ- સૌજન્યઃ એએનઆઈ)

ઈંદોરઃ મધ્ય પ્રદેશના સાગરમાં જિલ્લા અને પોલીસ પ્રશાસને હત્યાના આરોપી ભાજપના નેતા સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ચાર માળની હોટલને થોડી જ સેકન્ડોમાં ડાયનામાઈટ લગાવીને તોડી પાડી હતી. આરોપી મિશ્રીચંદ ગુપ્તા પર આરોપ છે કે તેણે ચૂંટણી વખતે એક યુવકને કારથી કચડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપી નેતાની ચાર માળની હોટલમાં 60 ડાયનામાઇટ લગાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેમાં બ્લાસ્ટ કરાયો અને થોડી જ સેકન્ડમાં તેને તોડી પાડવામાં આવી હતી.ઓપરેશન દરમિયાન સાગર જિલ્લા કલેક્ટર દીપક આર્ય, ડીઆઈજી તરુણ નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

આરોપી મિશ્રીચંદ ગુપ્તા અને તેના પરિવારની માલિકીની આ હોટલ જયરામ પેલેસ મેક્રોનિયા ચોક પાસે આવેલી છે. ચાર માળની હોટલનું બાંધકામ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. આ પછી મંગળવારે પોલીસ અને પ્રશાસનની ટીમ હોટલ પર કાર્યવાહી કરવા પહોંચી હતી. સુરક્ષાના કારણોસર બેરિકેડ લગાવીને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. હોટલની આસપાસ રહેતા લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યાં હતા. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

ચૂંટણી અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનો ભાજપ નેતા પર આરોપ છે. આ હત્યા મામલે આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિશ્રીચંદ ગુપ્તા હજુ પણ ફરાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch