Tue,17 September 2024,1:56 am
Print
header

કોલકત્તા મહિલા રેપ ઘટના બાદ ભારે રોષ, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ કરવાની જાહેરાત, ડોક્ટરો હડતાળ પર

કોલકત્તાઃ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA) એ આજથી દેશવ્યાપી વિરોધ અને OPD અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાની હાકલ કરી છે. કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ મહિલા અનુસ્નાતક તાલીમાર્થી (PGT) ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.

FAIMA એ X પર પોસ્ટ કર્યું કે અમે ભારતભરમાં વિરોધ કરી રહેલા ડૉક્ટરોની સાથે ઊભા છીએ ! અમે દેશભરના ડોકટરોને આજથી આ વિરોધમાં જોડાવા હાકલ કરીએ છીએ. અમને ન્યાય જોઈએ છે !

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખીને મહિલા ડૉક્ટર સાથેની નિર્દયતાની ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. IMAએ આ મામલે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે દોષિતોને ન્યાય આપવામાં આવે. તેમજ એસોસિએશને કયા સંજોગોમાં આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો તેની ઝીણવટભરી તપાસની માંગણી કરી છે. તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા IMA એ વિનંતી કરી કે કાર્યસ્થળ પર ડોકટરો ખાસ કરીને મહિલાઓની સલામતી વધારવા માટે પગલાં લેવામાં આવે.

આ કેસમાં અત્યાર સુધી શું થયું ?

શુક્રવારે હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યાં બાદ કોલકત્તામાં હોબાળો ચાલુ છે. સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરના 31 વર્ષીય અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટર પર ગુરુવારે રાત્રે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ ચેસ્ટ મેડિસિન વિભાગના સેમિનાર હોલમાં બીજા વર્ષના વિદ્યાર્થીનીનું અર્ધ-નગ્ન શરીર મળી આવ્યું હતું, જેના પર અનેક ઈજાના નિશાન હતા. લોકોના વધતા ગુસ્સા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો તે આ કેસ સીબીઆઈને સોંપશે.

બીજી તરફ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આ મામલાને ઉકેલવા માટે સાત દિવસની સમયમર્યાદા નક્કી કરવા બદલ મુખ્યમંત્રીની ટીકા કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ન્યાયિક તપાસ, ગુનેગારોને મૃત્યુદંડ, પીડિત પરિવારને પૂરતું વળતર અને હોસ્પિટલોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની માગણી કરી હતી.

કોલકત્તા હાઈકોર્ટમાં ત્રણ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ટી.એસ.શિવગનમની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ આજે આ પીઆઈએલની સુનાવણી કરશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે ?

આ રિપોર્ટમાં પીડિતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું. સવારે 3 થી 5 દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.  

આરોપી દારૂ પીધા બાદ અશ્લીલ ફિલ્મો જોવાની લત ધરાવતો હતો.

આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, આરોપી ગુનેગાર સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવ્યો હતો. આરોપીની પૂછપરછ સંજોગોવશાત્ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ઘણી સનસનીખેજ બાબતો સામે આવી છે. આ સમગ્ર કેસની પોલીસ પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ દ્વારા પ્રકાશમાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch