Sat,28 September 2024,8:58 pm
Print
header

અમેરિકામાં હેલેન વાવાઝોડાએ મચાવી તબાહી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44 લોકોનાં મોત

ન્યૂયોર્કઃ અમેરિકામાં હેલેન વાવાઝોડાથી 44 લોકોનાં મોત થયા છે. અહેવાલો અનુસાર ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયા આ તોફાનથી ખરાબ અસર પડી છે અને આ રાજ્યોમાં લોકોનાં મોત થયા છે. વાવાઝોડું 'હેલેને' શુક્રવારે ફ્લોરિડા અને સમગ્ર દક્ષિણ-પૂર્વ યુએસમાં ભારે તબાહી મચાવી હતી. ગુરુવારે મોડી રાત્રે જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના બિગ બેન્ડ ગ્રામીણ વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં વીજળી ગુલ ફેલ થઈ ગઇ છે, જેના કારણે લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે.

માર્યા ગયેલા લોકોમાં જોડિયા બાળકો અને તેમની માતાનો સમાવેશ થાય છે

તોફાનમાં માર્યા ગયેલા લોકોમાં 3 અગ્નિશામકો, એક મહિલા અને તેના 1-મહિનાના જોડિયા, તેમજ એક 89 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે  વાવાઝોડું 'હેલન' અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું હતું અને ઝડપથી આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડી શકે છે. હેલેન ગુરુવારે રાત્રે 11:10 વાગ્યે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ નજીક લેન્ડફોલ કર્યું હતું. જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની મહત્તમ ઝડપ લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

લાખો ઘરોમાં વીજળીનો પૂરવઠો ખોરવાઇ ગયો હતો

હેલેનના કારણે ભારે પવન અને પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલાં જ જોરદાર પવનને કારણે ફ્લોરિડા, જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં અનેક ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ફ્લોરિડા, જ્યોર્જિયા, અલાબામા, કેરોલિનાસ અને વર્જિનિયાના ગવર્નરોએ પોતપોતાના રાજ્યોમાં કટોકટી જાહેર કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch